Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

આટકોટ એસપીએસ સ્કુલમાં ઈ એફ આઈ વિશે માર્ગદર્શન અપાઇ

આટકોટ : હાલમાં ગુજરાત પોલીસ દ્વારા ઈ એફ.આઇ.આર.થી નાગરિકોને માહિતગાર કરવા  પોલીસ અધિક્ષક સા. ના માર્ગદર્શન હેઠળ એસ.પી.એસ.સંકુલ ખાતે  કોમ્યુનિટી હોલમાં ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી. એ.ઝાલાની અધ્યક્ષતામાં  આટકોટ પોલીસ સ્ટેશન અધિકારી /કર્મચારીઓની હાજરીમાં , એસ.પી.એસ.સંકુલના સંચાલક કમલેશભાઈ હીરપરા તથા જિલ્લા પંચાયત સદસ્ય પરેશભાઈ રાદડીયા તથા જંગવડ ગામના માજી સરપંચ દિનેશભાઈ સિદ્ધપરા તથા પંચવડા ગામના આગેવાન મધુભાઈ ટાઢાણી તથા સ્કૂલના આચાર્ય તથા શિક્ષકો મળી ૫૦ આગેવાનો તથા એસ.પી.એસ.સંકુલના બી.કોમ સેમેસ્ટર ૧,૩,૫ અને બી.સીએ.સેમેસ્ટર ૧,૩,૫ ના  વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ  ૨૦૦ એમ  કુલ મળી ૨૫૦ માણસોની હાજરીમાં ઈ-એફ.આઈ.આર. કાર્યક્રમ શરૃ કરી માહિતગાર કરવામાં આવ્યા. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(12:23 pm IST)