Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જૂનાગઢમાં પ્રમોશન પામનાર વર્ગ બે અધિકારીઓનો સન્માન સમારોહ

 જૂનાગઢ  : સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ  દ્વારા જિલ્લાના નવનિયુકત પ્રમોશન પામનાર વર્ગ બે અધિકારીઓનો સન્માન સમારોહ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ  ખાતે યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે  જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન કયાળા ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત  જિલ્લાના તમામ વર્ગ બે અધિકારીઓ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઉપાધ્યક્ષ  જીતુભાઈ ખુમાણ તેમજ સરકારી વિભાગના પ્રાંત મહામંત્રી જયદેવભાઈ શિશાંગિયા તથા પ્રાંત ઉપાધ્યક્ષ દેવેનભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં પ્રમોશન પામનાર તમામ વર્ગ-૨ અધિકારીઓનું  સાલ, પ્રશસ્તિપત્ર તથા સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત પુસ્તક જય હિન્દ દ્વારા સન્માન કરવામાં આવ્યું. તમામ સરકારી શિક્ષક ભાઈ બહેનો વતી  જયદેવભાઈ શીશાંગીયા તથા જીતુભાઈ ખુમાણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. નવનિયુકત અધિકારીઓના પ્રતિનિધિ તરીકે કામરીયા તથા મહેતા દ્વારા લાગણી વ્યકત કરવામાં આવી. તે ઉપરાંત બદલીથી આવનાર નવા શિક્ષક ભાઈ બહેનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત આગામી ૧ ઓગસ્ટના રોજ ભારતની દરેક શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત થનાર ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાબતનું માર્ગદર્શન જયદેવ શિશાંગિયા દ્વારા આપવામાં આવ્યું. ત્યારબાદ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન તથા ચ્જ્ઞ્  મનિષાબેન દ્વારા તમામ આચાર્યઓને ભારત માતાના ફોટા નું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં માનનીય ડીઈઓનું માર્ગદર્શન મળ્યું તથા શુભેચ્છા પાઠવવામાં આવી સાથે શિક્ષણ યજ્ઞમાં પરિશ્રમ રૃપી આહુતિ આપવાનું આહવાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થા જિલ્લા મંત્રી મધુસુદન ઘાઘરા કારોબારી સભ્યો  પ્રદીપ લીખીયા,  મેહુલ ધકાણ, શામળા , બી જી મકવાણા,  ભારતીબેન,  ખુશ્બુબેન, તુલસીબેન તથા જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(12:32 pm IST)