Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પોરબંદરઃ બેંકમાં ખાતુ ખોલાવી આપવાના બહાને ઉઠાંતરીના ગુન્હામાં આરોપી જામીન પર

પોરબંદર તા. ર : પોરબંદરમાં બેંકમાં ખાતુ ખોલાવી આપવાનું જણાવી તેના ઓઠા હેઠળ જરૃરી દતાવેજો મેળવી અને ત્યારબાદ ખાતાધારકની જાણ બહાર ખાતામાંથી રકમની ઉઠાંતરી કરવાના સાઇબર ક્રાઇમ એકટ હેઠળ થયેલ ગુન્હાના કામે આરોપીના જામીન મંજુર કરવાનો અત્રે સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી કાનાભાઇ જેઠાભાઇ ઓડેદરા, રહે.ઝૂંડાળા-પોરબંદર વાળાએ સાઇબર પોલીસ સ્ટેશન, પોરબંદર સમક્ષ તા.૧૩/૭/ર૦રર ના રોજ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ કે, શહેર પોરબંદરમાં રહેતો આરોપી જય રાજુભાઇ કુબેર દ્વારા ફરીયાદીને તેમનું કેનેરા બેંકમાં ખાતુ ખોલાવી આપવાનું કહી ફરીયાદી પાસેથી રૃા.૧૦૦૦ રોકડા લઇ અને ત્યારબાદ બેંકમાં ખાતુ ખોલાવી અને ફરીયાદીની કોઇ જ જાણ વિના જ તેમના બેંક ખાતામાંથી યેનકેન પ્રકારે ફ્રોડ કરી અને કુલ બે ટ્રાન્ઝેકશન કરી અને પ્રથમ વખત રૃા.૮૯૦ તથા બીજી વખત રૃા.૧૧૦ મળી તેમ બે કટકે કુલ રૃા.૧૦૦૦ ઉપાડી લઇ અને ફરીયાદીના બેંક ખાતાની વિગતો તથા ફરીયાદીના ડોકયુમેન્ટ સ્વપ્નીલ સુરેશ ચીજધર, રહે. ઝૂંડાળા-પોરબંદર હાલ-નાગપુર વાળાને મોકલાવી આપી ગુન્હો કરેલાની વિગતવાર ફરીયાદ આપતા પોલીસે ધોરણસર ગુન્હો નોંધી અને તપાસ આરંભેલી, અને ત્યારબાદ સદર ગુન્હાના કામે સંડોવાયેલ આરોપી સ્વપ્નીલ સુરેશ ચીજધરની પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી અટક કરી અને પોરબંદર ખાતે લાવેલ.

ત્યારબાદ પોલીસે મુદત હરોળમાં આરોપીને કોર્ટમાં રજુ રાખી આરોપીના દિન-૧૧ ના પોલીસ કસ્ટડીની જરૃરીયાત હોવાનું જણાવી અને તે અંગેના વિગતવાર કારણો કોર્ટ સમક્ષ રજુ રાખી અને પોલીસે આરોપીના રીમાન્ડ મળવાની માંગણી કરેલ.આરોપી પાસે કોઇ જ વિશેષ માહિતી મેળવવાની રહેતી ન હોય તેમ છતાં પોલીસે રીમાન્ડની માંગણી કરેલ હોય વિગેરે દલીલો કરતાં કોર્ટે પોલીસની રીમાન્ડ મળવાની માંગણી ફગાવી દઇ અને આરોપીને જયુડી. કસ્ટડીમાં  મોકલી આપેલ.

ત્યારબાદ આરોપી પક્ષે સેસન્સ કોર્ટમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી થતા સેસન્સ કોર્ટે જામીન અરજી મંજુર કરી હતી.

આ કામમાં બચાવ પક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર, રાહુલ એમ.શીંગરખીયા, એમ.ડી.જુંગી, પી.બી.પરમાર, જીજ્ઞેશ ચાવડા વિગેરે રોકાયેલા હતા.

(1:15 pm IST)