Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી કોંગ્રેસની ચીમકી બાદ તંત્રએ ગૌવંશની વિધિવત અંતિમવિધિ કરી!!

જોધપર ગામની સીમમાં આડેધડ ૨૦૦ ગૌવંશના મળતદેહો રજળતા હતા

  (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨ : મોરબી જિલ્લામાં પશુઓમાં ખાસ કરીને ગાય અને ગૌ વંસ માં ફેલાયેલ લમ્‍પી વાઇરસ ને કારણે મોરબી જિલ્લા માં પશુઓ ના મોત ખૂબ જ વધુ છે. કોરોના માં  જેમ મળત્‍યુના આંકડા સરકારે છુપાવ્‍યા હતા તેવી રીતે લમ્‍પિ વાઇરસ થી મરણ પામેલ પશુઓના મોત પણ સરકાર છૂપાવી રહી રહ્યાનું મોરબી જિલ્લા કોંગ્રેસે જણાવ્‍યુ છે.

 કોંગ્રેસ અગ્રણીઓ કે.ડી. પડસુંબિયા, મહેશ રાજ્‍યગુરૂ, હનીફ પાયક સહિતનાં આગેવોનો જોધર્પ  સ્‍થળ પર ગયા ત્‍યાં એક વાહન ભરી મળતદેહો લાવ્‍યા તેના ડ્રાઈવરને પૂછયું તો તેમને જણાવ્‍યું કે દરરોજ પચાસ થી સાઠ ગાયોના મળતદેહો અહીં એક જ જગ્‍યાએ ઠાલવી એ છીએ , બાકી બીજી જગ્‍યાના તો જુદા.

 આ મરેલ ગાયો અને ગૌવંશના મળતદેહોનો નિકાલ યોગ્‍ય રીતે થતો નથી. મોરબી ના જોધપર ગામ ની સીમમાં, ખુલ્લા મેદાનમાં જેમ આવે તેમ મળત ગાયો ને ફેંકી દીધા છે. જે જગ્‍યાએ ગાયોના મળતદેહ નાખ્‍યા છે ત્‍યાં ખૂબ જ ગંદકી ફેલાઈ ગઈ છે. કોઈ માણસ દસ મિનિટ ત્‍યાં ઊભા રહી શકે તેમ નથી. આ ખુલ્લા ગાયોના મળતદેહને કારણે લોકોમાં રોગચાળો ફેલાય તેમ છે. આ મળતદેહોના નીકાલ માટે વારાફરતી ખો અપાય છે, કોઈ કહે છે કે આ મળતદેહોના નિકાલની જવાબદારી ગ્રામ પંચાયત ની આવે છે, કોઈ કહે છે મામલતદારની જવાબદારી છે, કોઈ કહે છે કલેકટરની જવાબદારી છે.  તંત્ર પ્રજાના આરોગ્‍ય સાથે ચેડાં કરી રહ્યું છે.  મોરબી જીલ્લા કોંગ્રેસની ટીમ જોધપર ગામની સીમમાં મુલાકાત કરી ત્‍યારે કાળજુ કંપી જાય તેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા. અમો તંત્રને ચેતવણી આપીએ છીએ કે આ ગાયો ના મળતદેહો નો યોગ્‍ય નિકાલ બે દિવસમાં નહિ થાય તો  આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ અગ્રણીઓએ ઉચ્‍ચારતા અને આ સમાચાર વાયુ વેગે પ્રસરતા તંત્ર સફાળું જાગ્‍યું હતું.

 કોંગ્રેસની ચીમકીને પગલે જાગેલા તંત્રએ તાત્‍કાલીક ત્રણ જેસીબી સ્‍થળ પર મોકલી ગૌવંશની વિધિવત અંતિમ વિધિ કરી હતી.

(2:28 pm IST)