Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

માર્કેટયાર્ડ- અમરેલીમાં નવા કપાસની આવક

અમરેલી : સાવરકુંડલા રોડ ખાતે બનેલ સરદાર વલ્લભભાઇ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટયાર્ડમાં શ્રાવણ માસનાં  પ્રથમ સોમવાર નિમિતે સિઝનનાં નવા કપાસની આવક શરૃ થઇ હતી. જેમાં રાજેશભાઇ દુર્લભજીભાઇ રે. મોરબી-વાંકીયા ગામના ખેડૂત છોટાલાલ પોપટલાલની દલાલીમાં કપાસ લઇ આવેલ હતા, અંદાજીત ૯ મણ જેટલા નવા કપાસની આવક આવેલ હતી. નવા કપાસની ખરીદી શ્રી ઉમીયા ટ્રેડીંગએ કરી હતી જેનો ભાવ પ્રતિ મણ રૃા.૨૮૦૦/-મુજબ ખેડૂતને મળેલ છે. આમ સિઝનનો સૌ પ્રથમ નવો કપાસ લાવતા ખેડૂતને  સંસ્થા  દ્વારા પ્રોત્સાહન ભેટ સ્વરૃપે રૃા. ૧૧૦૦/- આપી અને સન્માનિત કરવામાં આવેલ. તેમ બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઇ હપાણીએ જણાવ્યું હતું.

(1:17 pm IST)