Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સાવરકુંડલા ખાતે મહોરમનો તહેવારની ઉજવણીની તડામાર તૈયારીઓ : તાજીયા તૈયાર કરવામાં આખરી ઓપ

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨: સાવરકુંડલા ખાતે મહોરમનો તહેવારની ઉજવણી કરવામાં તડામાર તૈયારીઓ શરૃ તાજીયા તૈયાર થવા માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે.

સાવરકુંડલા ખાતે સિપાહી જમાત, સંધી જમાત, ખાટકી જમાત, નેરડી વિસ્તાર, પઠાણફળી વિગેરે વિસ્તારોમાં તાજીયાઓ બનાવવામાં આવે છે તાજીયાનું કામ પરિપૂર્ણ થવાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે  આજે મહોરમની ચોથી મિજલીસ છે  અને સાવરકુંડલા શહેરની વિવિધ જમાતો અને લતાઓના તાજીયા કલાત્મક બનાવવામાં આવી રહ્યા છે.

(1:19 pm IST)