Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

અમરેલી જીલ્લાના ૩૧૦ તલાટી મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૨: અમરેલી જિલ્લા ના ૩૧૦ તલાટી મંત્રીઓ ૨જી ઓગસ્ટ થી અચોક્કસ મુદત ની હડતાલ પર જવાનુ એલાન કરતા અમરેલી જિલ્લા મા ૫૧૯ ગ્રામપંચાયત મા લોકોના કામ અટકી પડશે તે વાત નક્કી છે.

તલાટી મંત્રીની સહી થી નીકળતા દાખલાઓ સહીત ની કામગીરી અચોક્કસ મુદત સુધી બંધ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. આ બાબતે અમરેલી જિલ્લા તલાટી મંત્રી મંડળ ના પ્રમુખ જયેશ કટસિયાનો સંપર્ક કરતા તેમના જણાવ્યા અનુસાર ૨૦૧૮ થી તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા નિરાકરણ ના આવતા અચોક્કસ મુદત ની હડતાલ પર જવાની ફરજ પડી છે.જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અન્વયે ની કામગીરી અને તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામપંચાયતમાં દેશની શાન સમા તિરંગા ને ફરકાવશે પરંતુ અન્ય બીજી કોઈ કામગીરી મા જોડાશે નહિ.આ બાબતે લેખિત મા અમરેલી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારી, તમામ મામલતદાર અને તમામ તાલુકા વિકાસ અધિકારીને સંગઠનના હોદેદારો સાથે રહી લેખિતમા આવેદનપત્ર આપી જાણ કરવામાં આવી છે.

(1:21 pm IST)