Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જુનાગઢ નોબલ યુનિવર્સિટી દ્વારા ‘પ્રારંભ' કાર્યક્રમ યોજાયો

 જુનાગઢની  યુનિવર્સિટી દ્વારા નવા વિધાર્થીઓને આવકારવા હેતુ શ્‍નપ્રારંભ' કાર્યક્રમ યોજાયો.યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમો અને સામાજિક અગ્રણી દ્વારા મેનેજમેન્‍ટ, સાયન્‍સ, એંજીન્‍યરિંગ, કોમેર્સ અને કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન ક્ષેત્રના વિધાર્થીઓને આવકારવામાં આવ્‍યા. આગેવાનો  ગીતાબેન પરમાર (મેયર),  હરેશ પરશાણા (સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન),  કિરીટભાઇ (શાસકપક્ષ નેતા),   રાજેશ તન્ના (મ્‍યુનિસિપલ કમિશ્‍નર),  વાઝા સાહેબ (આસી. કમિશનર) હાજર રહ્યા તથા સંસ્‍થા ના પ્રમુખ  નિલેષભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ  ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્‍ટી  વી. પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્‍ટી  કે. ડી. પંડ્‍યા, ટ્રસ્‍ટી  ડૉ. મનીષભાઈ ત્રિવેદી, એસો. વાઇસ પ્રેસિડેન્‍ટ  પાર્થભાઈ કોટેચા, ટ્રસ્‍ટી  સિદ્ધાર્થભાઈ પંડ્‍યા તથા  પાર્થભાઈ ધૂલેશિયા એ અભિવાદન પાઠવ્‍યા હતા.

(1:21 pm IST)