Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જુનાગઢના ડેરવાણનો ભાટી પાસા તળે જેલમાં

જુનાગઢ તા. ર :.. જિલ્લાના ડેરવાણ ગામના માથાભારે ઇસમ જશુ ગંભીરભાઇ ભાટી દરબાર ઉ.૩ર રહે. ડેરવાણ વાળા વિરૂધ્‍ધ જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા પાસા દરખાસ્‍ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી તથા કલેકટર શ્રી જુનાગઢ નાઓ તરફ મોકલતાં પાસા વોરન્‍ટ ઇસ્‍યુ બાદ સદર પાસા વોરન્‍ટના આરોપીને પકડી પાડવા પોલીસ સતત પ્રયત્‍નશીલ હોય. દરમ્‍યાન પો. સબ. ઇ. પી. વી. ધોકડીયાને મળેલ કે, સદર પાસા વોરન્‍ટનો આરોપી જશુ ગંભીરભાઇ ભાટી દરબાર ઉ.વ.૩ર ધંધો મજૂરી રહે. ડેરવાણ ગામ, વાળો પોતાના ડેરવાણ ગામમાં હાજર હોવાની તપાસ કરતા આરોપી હાજર મળી આવતાં હસ્‍તગત કરી કોવીડ-૧૯ ટેસ્‍ટ નેગેટીવ આવતા તા. ૩૧-૭-ર૦રર ના ક. ર૩/૧પ વાગ્‍યે અટક કરી સેન્‍ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચના પો. ઇ. એચ. આઇ. ભાટી જુનાગઢ તાલુકા પો. સ્‍ટેશન ના પો. સબ. ઇ. પી. વી. ધોકડીયા ક્રાઇમ બ્રાન્‍ચના એ. એસ. આઇ. નીકુલભાઇ પટેલ, જુનાગઢ તાલુકા  પો. સ્‍ટે.ના એએસઆઇ ભદ્રેશભાઇ રવૈયા, મેહુલભાઇ મકવાણા, પરબતભાઇ આંત્રોલીયા, ક્રાઇમ બ્રાન્‍ચના પો. હેડ કો. જીતેષભાઇ મારૂ, જુનાગઢ  તાલુકા પો. સ્‍ટે. ના પો. કો. દિપકભાઇ ચૌહાણ, ગોવિંદભાઇ પરમાર, રાજૂભાઇ કટારા, પિયુષભાઇ ભેડા, પરેશભાઇ વરૂ તથા ક્રાઇમ બ્રાન્‍ચનાં વુ. પો. કો. રાજશ્રી દિવરાણીયાનાઓએ સાથે રહી કરેલ છે.

(1:22 pm IST)