Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબીમાં પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇકસ્વાર પાર્થ ઉર્ફે પિન્ટુ પરેચાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રઃ   મોરબીના જુના ઘુટુ રોડ પર બેફામ ગતિએ આવતા ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. મળતી વિગતો મુજબ આ બનાવ અંગે જેમાં મૃતકના પિતા ગોવિંદભાઇ ગાંડુભાઇ પરેચાએ ટ્રક ટેન્કર રજી નં  ઞ્થ્ ૧૨ ળ્ ૮૦૮૦ના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, મોરબી-ર જુના ઘુટુ મોરબી રોડ એકોર્ડ સીરામીકની સામે તેમનો ૨૧ વર્ષીય દીકરો પાર્થ ઉર્ફે પીન્ટુ પરેચા પોતાનુ સ્પેલેન્ડર મોટર સાયકલ રજી નં ઞ્થ્ ૦૩ ઘ્ગ્ ૯૨૨૭ લઈને જતો હતો. એ સમયે આરોપી  ટ્રક ટેન્કર રજી નં  ઞ્થ્ ૧૨ ળ્ ૮૦૮૦ ના ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રક ટેન્કર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી  પાર્થ ઉર્ફે પીન્ટુના મોટર સાયકલના પાછળના ભાગે ટકકર મારી તેને પછાડી દઈ તેને ગળાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ  કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અને આ અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક નાસી ગયો હતો.આ ફરિયાદીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:22 pm IST)