Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વિસાવદર ગ્રામ્‍ય-ગીર પંથકના પશુઓનું ત્‍વરિત વેકસીનેશન કરાવવા ટીમ ગબ્‍બરની માંગ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨ : વિસાવદર ટિમ ગબ્‍બર ગુજરાતના કે.એચ. ગજેરા-એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ મુખ્‍યમંત્રી,કળષિમંત્રી સહિત સંબંધકર્તાઓને લેખિત રજુઆતમા જણાવેલ છે કે,પશુઓમાં લમ્‍પી વાઇરસનો ફેલાવો દિનપ્રતિદિન વધી રહ્યો છે અને તેના કારણે ગુજરાતની ગૌમાતા ટપોટપ મોતને ભેટી રહી છે ત્‍યારે ધર્મમાં ગાયને માતાનો દરરજો આપવામાં આવેલ હોય, ગાયમાતા તથા અન્‍ય પશુઓના જીવ બચાવવા માટે વિસાવદર ગ્રામ્‍ય-ગીરના છેવાડાના ગામમાં રહેતા રાજ્‍યભરના માલધારીઓ-પશુ પાલકોના પશુઓને તથા વિવિધ ગૌશાળાના પશુ તેમજ અન્‍ય વિસ્‍તારમાં આવેલા તબેલાના તમામ પશુઓને તાત્‍કાલિક અસરથી લમ્‍પી વાઇરસની રસી આપવામાં આવે અને તમામ પશુઓને યોગ્‍ય તાત્‍કાલિક સારવાર માટે સ્‍થાનિક પશુ આરોગ્‍ય ટીમ દ્વારા તપાસ કરાવી જરૂરી વેક્‍સિનેશન કરાવવા ટિમ ગબ્‍બરના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ જણાવ્‍યુ છે.

ફૂલ કાજળી વ્રતની ઉજવણી

વિસાવદર મધ્‍યમાં આવેલ પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહંત શ્રી હિરાપુરી બાપુની પ્રેરણાથી સમસ્‍ત સેવકગણ દ્વારા મંદિરેમાં દરેક તહેવારોની ભવ્‍ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં આજરોજ શ્રાવણ મહિનાની ત્રીજ એટલે ફૂલકાજરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં કુમારિકાઓ દ્વારા આ વ્રત કરવામાં આવ્‍યુ હતો.

ગૌશાળામાં વેકસિનેસન સંપન્ન

ગુજરાતમાં પશુઓમાં પ્રવર્તતા રોગચાળાને ધ્‍યાને લઇ વિસાવદર સુપ્રસિદ્ધ સતાધાર ધામ ખાતે મહંત વિજયબાપુની દેખરેખ તળે  ગૌશાળામાં તમામ ગાયોને લમ્‍પી વેકસીનનો ડોઝ ડોકટરો દ્વારા આપવામાં આવ્‍યો હતો. સમગ્ર રાજ્‍યમાં ગાયોમાં લમ્‍પી વાયસર પ્રસરી રહ્યો છે જેના કારણે ગુજરાત સરકાર દ્વારા પણ સાવચેતી ના ભાગ રૂપે પશુઓ માં વેકસીનેશન શરૂ કર્યું છે અને આ મહામારી માં વધુ પશુઓ ને સુરક્ષિત કરવામાં આવે તેવા પ્રયત્‍નો ચાલી રહ્યા છે.જયારે વિસાવદર પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર આવેલ છે ત્‍યાંની ગૌશાળામાં મોટા પ્રમાણ માં ગાયોની દેખભાળ કરવામાં આવી રહી છે અને ૫૦૦થી વધુ ગીર ગાયો છે ત્‍યાં જેમાં કોઈ વાયરસ ના આવે તે માટે સતાધાર ના મહંત પૂ. વિજયબાપુની દેખરેખમાં એક ડોક્‍ટરની ટિમ દ્વારા સંપૂર્ણ ગૌશાળા ની ગાયો ને લમ્‍પી વિરોધી વેક્‍સીન નો ડોઝ આપવામાં આવ્‍યો હતો.

મુન્‍શી પ્રેમચંદજીનાં

જન્‍મ  ઉજવાયો

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે ભારતનાં મહાન ઉપન્‍યાસકાર લેખક કવિ મુન્‍શી પ્રેમચંદજીનાં ૧૪૨ માં જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાયન્‍સ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ દ્વારા છાત્રોને વાર્તાલાપ તેમજ પારસ્‍પરિક સંવાદ દ્વારા લેખક કવિએ સાહિત્‍ય ક્ષેત્રે મેળવેલી અનન્‍ય સિદ્ધિઓ અંગે વિસ્‍તળત જાણકારી આપી હતી. લાયન્‍સ પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા,ગુરુકુલનાં કેમ્‍પસ ડાયરેકટર જીતેન્‍દ્રભાઈ ડોબરીયા,છાત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.

પછાત વિસ્‍તારમાં ફ્રૂટ વિતરણ

વિસાવદરમાં પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે લાયન્‍સ કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રીકટ ચેરપર્સન ભાસ્‍કરભાઈ જોશીની પ્રેરણાઁમાર્ગદર્શન તળે પ્રોજેકટ ડાયરેકટર-લાયન્‍સ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી ભૂતડી પાટીયે આવેલ સ્‍લમ વિસ્‍તારનાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારનાં બાળકોને સફરજન,દાડમ,કેળા,પેરૂ ,ખારેક સહિતનાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. લાયન્‍સ પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા,ટ્રેઝરર ભાવેશભાઈ પદમાણી, માનવ સેવા સમિતિનાં પ્રેસિડેન્‍ટ રમણીકભાઇ દુધાત્રા ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:23 pm IST)