Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વેટરનરી કોલેજ,કામધેનુ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા હડતાલ

જુનાગઢ :  વેટનરી કોલેજના વિદ્યાર્થીઓને ઇન્‍ટર્નશીપ ભથ્‍થુ રૂપિયા ૪ર૦૦થી વધારીને રૂા.૧૮૦૦૦ કરવા માટેની માંગને લઇને હડતાળ પર  ઉતર્યા હતા. જેના ભાગરૂપે હડતાળના બીજા દિવસે હાથમાં કાળી રીબીન પહેરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. નોંધનીય છે કે છેલ્લા પ વર્ષથી વેટનરી કોલેજના ઇન્‍ટર્ન ડોકટરોના ઇન્‍ટર્નશીપ ભથ્‍થામાં વધારો કરવામાં આવ્‍યો નથી. જયારે અન્‍ય રાજયો જેવા કે રાજસ્‍થાનમાં ર૧૦૦૦ તથા ઉત્તરપ્રદેશમાં ર૩પ૦૦ અને બિહારમાં ૧પ૦૦૦ અને પંજાબમાં પણ ૧પ૦૦૦ કેરળ અને કર્ણાટકમાં ર૦૦૦૦ સ્‍ટાઇપેન્‍ડ આપવામાં આવે છે. જેની સરખામણીમાં ગુજરાત જેવા ગતિશીલ રાજયમાં માત્ર ૪ર૦૦ આપવામાં આવે છે.

(1:25 pm IST)