Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મેંદરડાના ખીજડીયાના યુવાનની હત્‍યા કરનારાની સઘન શોધખોળ

કારણ અને આરોપીઓને પકડવા પોલીસ તપાસ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના જયસુખભાઇ વજુભાઇ મુછડીયાના હત્‍યારાઓની પોલીસે મોટાપાયે શોધખોળ હાથ ધરી છે.

રવિવારની રાત્રે ગામના ધણસેરમાં અજાણ્‍યા શખ્‍સો છરીના ૨૦ ઘા ઝીંકી જયસુખભાઇની ક્રુર હત્‍યા કરીને નાસી ગયા હતા.

આ હત્‍યાના વિરોધમાં દલિત સમાજના લોકોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો. જોકે પોલીસે સ્‍થળ પર પહોંચી યોગ્‍ય કાર્યવાહીની ખાત્રી આપી હતી.

એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તપાસ ચલાવી રહેતા મેંદરડાના પીએસઆઇ કે.એચ.મોરીએ જણાવેલ કે, હત્‍યારાઓને પકડવા અને હત્‍યાનું કારણ મેળવવા જુદી-જુદી દિશા અને એંગલથી સઘન તપાસ ચાલી રહી છે.

(2:30 pm IST)