Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

નોકરીની લાલચ આપી જૂનાગઢના યુવાનને રૂા.૩ લાખનો ચુનો

એક શખ્‍સ સામે વિશ્વાસઘાતની ફરીયાદ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨ : જૂનાગઢના એક યુવાનને એક શખ્‍સે નોકરીની લાલચ આપી રૂા. ૩ લાખનો ચુનો ચોપડી દીધો હોવાનું પ્રકાશમાં આવ્‍યુ છે.

જૂનાગઢના આંબેડકરનગરમાં રહેતા હિતેષભાઇ રાજેશભાઇ વાઘેલા નામના યુવાનને જૂનાગઢના મધુરમ ગિરીકન્‍દ્રા એપાર્ટમેન્‍ટમાં રહેતો ધવલ નંદાભાઇ ખાવડુ નામનો શખ્‍સ પીજીવીસીએલમાં નોકરી કરતો હોય આથી તેમણે પોતે એજન્‍ટ હોવાની ઓળખ આપી હતી.

બાદમાં ધવલ ખાવડુએ હિતેષ વાઘેલાને નોકરી અપાવી દેવાનો વિશ્વાસ અપાવીને રૂા. ૩ લાખ લીધા હતા.

પરંતુ આ શખ્‍સે નોકરી નહિ આપી અને નાણા પણ પરત નહીં કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થતાં પીએસઆઇ એ.બી.દત્તાએ તપાસ હાથ ધરી છે.

(1:36 pm IST)