Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

દેવભૂમિ દ્વારકા પોલીસવડા દ્વારા સક્ષમ પ્રોજેકટ લોન્‍ચ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રઃ નિતેશ પાંડેય, પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાનાઓના હસ્‍તે સક્ષમ પ્રોજેકટ લોન્‍ચ કરવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરવામાં આવતા કાર્યોમાં મહિલા સ્‍વરક્ષણ તાલીમ આપવામાં આવે છે જેમાં શારીરીક સ્‍વબચાવના વિવિધ દાવ શીખવવામાં આવે છ.ે આ ઉપરાંત જીલ્લામાં કાર્યરત શી ટીમ પણ મહિલા સુરક્ષામાં ઉત્‍સાહપુર્વક કાર્યો કરવામાં અગ્રેસર છ.ે

સુરક્ષા સેતુ અંતર્ગત સોશ્‍યલ પોલીસીંગના ભાગરૂપે Physical Psychologicat Derenseના વિચાર સાથે જિલ્લા પોલીસ મહિલાઓને સાયકોલોજીકલ સેલ્‍ફ ડીફેન્‍સ બાબતે જાગૃત કરવા સારૂ સક્ષમ પ્રોજેકટ હાથ ધરી રહી છે. શારીરીક સ્‍વબચાવની તાલીમ આપતી વખતે એ વિચાર આવે કે મહિલા પર થતા શારીરીક હુમલાઓ તો છેલ્લુ પગલુ છે તેની પહેલા અને તેના સિવાય પણ ઘણા માનસીક કે ભાવનાત્‍મક હુમલાઓ થતા હોય છે. જેનાથી બચવુ અને તેના માટે સક્ષમ બનવું ખુબ જ જરૂરી છે.

આમ સક્ષમ પ્રોજેકટમાં મહિલાઓ અને બાળકીઓના માનસીક ઉછેર અને સશકિતકરણ પર ભાર મુકવામાં આવ્‍યો છે જેમાં જિલ્લા પોલીસ વિવિધ શાળાઓ કોલેજો, સોસાયટી, મહિલા ગ્રુપો તેમજ અન્‍ય મહિલા લગત સંસ્‍થાઓમાં જઇ આ પ્રોજેકટનું અમલીકરણ કરશે આ સમગ્ર વિચાર એક વૈચારિક ક્રાંતી લાવવાની કે સાયકોલોજિકલી મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. સક્ષમસ્ત્રીએ સક્ષમ સમાજનો પાયો છે. અને જેટલો પાયો મજબુત થશે એટલો જ આ દેશના વિકાસ અને ભવિષ્‍યની ઇમારત વધુ મજબુત થશે. આમ આ સમગ્ર પ્રોજેકટ એક નિરંતર આશા અને નવા પ્રયોજનનુ પરિણામ છે અનેતે જરૂર પરીવર્તનમાં પરિણમશે.

(1:39 pm IST)