Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જીગરજાન મિત્રએ આપઘાત કરી લેતા જામનગરના સિક્કામાં ધવલ રાવલનો પણ આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: ચંપાબેરાજા ગામે બ્રાહ્મણફળીમાં રહેતા યજ્ઞેશ જગદીશભાઈ ભટ્ટ, ઉ.વ.ર૭ એ પંચ બી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧-૮-ર૦રરના આ કામે મરણજનાર મોહીત જગદીશભાઈ ભટ્ટ, ઉ.વ.ર૩ નો મીત્ર ધવલ જયેશભાઈ રાવલ, રે. સિકકાવાળાએ ગઈ તા.૭-૭-ર૦રરના રોજ તેના ઘરે પોતાની મેળે ગળાફાંસો ખાઈ આપઘાત કરેલ હોય જે મરણજનાર મોહિતનો જીગરજાન  મીત્ર હોય તેના મૃત્‍યુનું મનોમન લાગી આવતા અને તેના મીત્ર વગર પોતે જીવવા માગતા ન હોય જેથી મરણજનારે પોતાના રહેણાક મકાને પોતાની મેળે ગળફાસો ખાઈ મરણ ગયેલ છે.

માથાકૂટમાં માન ન જળવાતા આધેડે જાત જલાવી

ધ્રોલ ગામે ગાયત્રીનગર હુશેની ચોક પાસે રહેતા શબ્‍બીરભાઈ જુમાભાઈ રાઠોડ, ઉ.વ.રર એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જાહેર કરનાર શબ્‍બીરભાઈના પત્‍ની ગુલશનબેન એકાદ વર્ષ પહેલા જાહેર કરનાર શબ્‍બીરના ફુઈના દિકરાના અયુબ સાથે જતી રહેલ અને ગઈકાલ તા.૧-૮-ર૦રરના ધ્રોલ ખાતે ગુલશંનબેન અયુબ સાથે તેના ઘરે આવેલ ત્‍યારે જાહેરકરનાર શબ્‍બીરના પત્‍નીને મરણજનાર જુમાભાઈ ફકીરમામદભાઈ રાઠોડ, ઉ.વ.૬૦ વાળા સમજાવવા જતા આ ગુલશનબેન કહેલ કે તુ અમારી બાજુમાં રહેતી નહી તેમ વાત કરતા આ ગુલકનબેન ભોગ બનનાર જુમાભાઈ સાથે જીભાજોડી કરી તેમનું કોઈ માન ન રાખતા તેને લાગી આવતા પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી સળગી જતા સારવાર બાદ તેમનું મૃત્‍યુ નિપજેલ છે.

પાણખાણ નાકા પાસે દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેશભાઈ બટુકભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૮-ર૦રરના ગોકુલનગર પાણખાણ નાકા પાસે જાહેર રોડ પર આરોપી શૈલેષભાઈ કાનજીભાઈ કાબાભાઈ સંઘાણી એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ જેની કિંમત રૂ.પ૦૦/ની સાથે ઝડપાઈ ગયેલ છે.

જામવાડી ગામે જુગાર રમતા સાત ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશનભાઈ મનસુખભાઈ માલકીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૮-ર૦રરના જામવાડી ગામમાં આવેલ સરકારી દવાખાનાની સામેની શેરીમાં આરોપી દક્ષાબેન સુરેશભાઈ સીતાપરા, ગુલાબબેન સુભાષભાઈ ખાંટ, રાંભીબેન ખીમજીભાઈ સોલંકી, ટિવંકલબેન ચીરાગભાઈ કાલરીયા, સંગીતાબેન પ્રફુલભાઈ વિરોજા, કૌશલ્‍યાબેન મનીષભાઈ ભાણવડીયા, કુંદનબેન ચંદુભાઈ કાલરીયા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૧૮,૪૩૦ /- સાથે ઝડપાઈ ગયેલ છે.

ખોજા ગેઈટ પાસે દેશી પીસ્‍તોલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ અનોપસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૮-ર૦રરના ખોજાગેઈટ ચોકમાં ખુણા ઉપર આરોપી તનવીરભાઈ ઈકબાલભાઈ વિજડીવાડા એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર હથીયાર પરવાના વગર નું હથીયાર (અગ્નીશસ્‍ત્ર્ર) દેશી બનાવટની પીસ્‍તોલ નંગ-૧, કિંમત રૂ.રપ૦૦૦/- તથા કાર્ટીશ નંગ-પ, કિંમત રૂ.પ૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા હથીયાર આપનાર આરોપી અફજલભાઈ અનવરભાઈ મુસ્‍લીમ ફરાર થઈ ગયેલ છે.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. કમલભાઈ કિશોરચંદ્ર ગઢવી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૮-ર૦રરના બેડી રામમંદિર ચોકની બાજુની ગલીમાં આરોપી મનીષ લક્ષ્મણભાઈ રાઈ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૬૦૦/- તથા અન્‍ય મુદામાલ મળી કુલ રૂ.૮૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

માનસીક બિમારીથી કંટાળી યુવાને આયખું ટુંકાવ્‍યું

અહીં પુનીતનગર-૩ જામનગરમાં રહેતા દિલુભા વિભાજી વાઘેલા, ઉ.વ.૬૦ એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧-૭-ર૦રરના ખીલોસ ગામે મરણજનાર દેવેન્‍દ્રસિંહ ઉર્ફે દેવો દિલુભા વાઘેલા, ઉ.વ.૩૦ વાળા બે માસથી માનસીક બિમારી હોવાને કારણે પોતાની રીતે પાણી પડી જતા ડુબી જતા મરણ થયેલ છે.

(1:41 pm IST)