Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ખંભાળિયામાં હાઇવે ઓથોરીટીએ વર્ષો જુનો રસ્‍તો જ બંધ કરી દેતા પરેશાની

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર : હર્ષદપુરમાં આવેલી નવીવાડી તથા વિજય ચેરીટેબલ હાઇસ્‍કુલના ઢગલાબંધ છાત્રોને જડેશ્વર પાસે ગામમાંથી શાળા તરફ આવવા તથા હર્ષદપુર નવીવાડી તથા પરોઢીયા - સલાયા તરફ રસ્‍તેજતાં લોકોને ફાટક નડતુ હોય બે અઢી વર્ષની જહેમતથી સાંસદ પુનમબેન માડમ દ્વારા સાડાચાર કરોડના ખર્ચે અંડરબ્રીજ બનાવીને ફાટકનો પ્રશ્ન વર્ષો જુનો હલ કર્યો ત્‍યાં ગઇકાલે આફાટક તરફથી આવતા લોકો તથા વિદ્યાર્થીઓ નવીનારી શાળા કે વિજય હાઇસ્‍કુલ તરફ જાય તે રસ્‍તો બંન્‍ને તરફના રસ્‍તાની વચ્‍ચે હતો તે બંધ કરી દેતા પેટ્રોલપંપ પાસેથી સામે પ૦ ફૂટ શાળાએ જવા કે પટોરીયા સલાયા વાળા રાજાશાહી સમયના રસ્‍તે જવા લોકોને છેક ચાર રસ્‍તા હોસ્‍પિટલ પાસે અથવા જામનગર રોડ પર જઇ ફરીને એક કિ.મી.નો ચકકર લગાવીને આવવુ પડે તેવું  થતાં સ્‍થાનિક રહીશો તથા વાલીઓ અને છાત્રોમાં ભારે રોષની લાગણી વ્‍યાપી છે.

રસ્‍તા બંધ થતાં એક કિ.મી. દુર કરવા જવાને બદલે લોકો સાઇડમાંથી નીકળતા હાઇવે પર બંન્‍ને તરફ અકસ્‍માત થવા સંભાવના હોય હાલ રાજકોટ અમદાવાદ સીકસ લેનમાં ગામડાનો રસ્‍તો આવે તો પણ અંડરબ્રીજક રાય છે. ત્‍યારે વર્ષો જુના રાજાશાહીનો રસ્‍તો તથા એકાદ હજાર છાત્રોનો રસ્‍તો બંધ કરાતા ભારે રોષની લાગણી ફેલાઇ છે. તથા આ વખતે આગેવાનો પુર્વ જિ.પં. ઉપપ્રમુખ હરીભાઇ નકુમ, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઇ નકુમ પણ વગેરેએ રજુઆત કરી હતી.

(2:30 pm IST)