Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ખંભાળિયા સહિત દેવભુમી દ્વારકા જિલ્લામાં પાંચ સ્‍થળોએ જુગાર દરોડાઃ રર ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર હર્ષદપુર વિસ્‍તારમાં કચોરીયાવાડી ખાતે સ્‍થાનિક પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, સંજય ભીમા વાઘેલા નામના કોળી શખ્‍સ દ્વારા જમુગારના સાધનો પુરા પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીઅ ને ગંજીપતા વડે રમાતા જુગારના અખાડામાંથી પોલીસે સંજય ભીમાભાઇ વાઘેલા, હમીરકરૂ ભાચકન, રાણા નાગશી કારીયા, સંજય નરસિંહભાઇ ઝિંઝુવાડીયા, રાણસુર આલા હરડાજાણી, અને ખોડુ સાજા ભાચકન નામના છ શખ્‍સોને રૂપિયા ૧૭૦૩૦ની રોકડ રકમ તથા મોબાઇલ ફોન અને મોટર સાયકલ મળી કુલ રૂા.પર,૦૩૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ગાયત્રીનગર વિસ્‍તારમાંથી પોલીસે રાણસુર સામરા, લુણા, ડાડુ વરજાંગ સંધીયા અને મુહરસિંહ રાજારામ ચૌધરી નામના ત્રણ શખ્‍સોને મોબાઇલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરી જુગાર રમતા ઝડપી લઇ કુલ રૂા.૮૮૯૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

દ્વારકાના રેતવા પાડો વિસ્‍તારમાંથી સર્વેલન્‍સ સ્‍કવોડ પોલીસે ભુટાભા ગગાભા માણેક  મહેન્‍દ્ર અમૃતલાલ મોદી,  વશરામ લખમણ રાઠોડ અને રત્‍ના સવજીભાઇ કણજારીયા નામના ચાર શખ્‍સોને રૂપિયા પ૧,પ૦૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

કલ્‍યાણપુર તાલુકાના રાવલ ગામે પોલીસે મધરાત્રીના સમયે જુગાર દરોડો પાડી, તીનપતિ નામનો જુગાર રમી રહેલા જેસા હીરા જાદવ કોળી, રામા રાણા બારીયા, રાહુલ દેવા જાદવ, રામદે બાબુભાઇ બારીયા અને વિજય સામત જાદવ કોળી નામના પાંચ શખ્‍સોને ઝડપી લઇ ૧૧૩૭૦ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ર૩૩૭૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

મીઠાપુર ટાઉન વિસ્‍તારમાંથી પોલીસે અશોક મોહનભાઇ,કનૈયા કિશનભાઇ, અનિલ રાજુભાઇ અને કિશોરભાઇ પરસોતમ નામના ચાર શખ્‍સોને જુાગર રમતા ૧૦૬૪૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

(2:31 pm IST)