Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

દેવભુમી દ્વારકા જીલ્લાના કોઠા વિસ્‍તોરીમાં લાશ મળતા હત્‍યાની શંકા

મૃતકનો પુત્ર દારૂમાં ઝડપાઇ ગયા બાદ મૃતકના પત્‍નિ અને પુત્રી છોડાવવા ગયા બાદ ઘરમાથી મૃતદેહ મળ્‍યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨: દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયાના સલાયા પાસે આવેલ કોઠા વિસ્‍તોરી ગામમા ઘરમાંથી લાશ મળતા ચકચાર જાગી છે.કોઠા વિસ્‍તોરી ગામે રહેતા લાલજીભાઇ રણછોડભાઇ ખવાસ (ઉ.વ.૬૫)નો મૃતદેહ તેના ઘરમાથી મળતા તેના સગાએ હત્‍યાની શંકા વ્‍યકત કરતા પેનલ પોસ્‍ટમોર્ટમ માટે જામનગરના જી.જી.હોસ્‍પિટલમાં ખસેડેલ છે.

મૃતકનો પુત્ર દારૂના કેસમા ઝડપાઇ જતા મૃતકના પત્‍નિ અને મૃતકની પુત્રી તેની છોડાવવા ગયા હતા ત્‍યારે તેમનો મૃતદેહ ઘરમાથી મળતા સલાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)