Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વડીયાના વકીલોને બાર કાઉ. ઓફ ઇન્‍ડીયાના દિલીપભાઇ પટેલનો ટેકો

અમરેલી ડીસ્‍ટ્રીકટ જજને પત્ર પાઠવી રજૂઆત કરી

રાજકોટ તા. ર :.. વડીયાના સીવીલ જજ સામે વડીયાના ધારાશાસ્ત્રીઓની રજૂઆત અંગે યોગ્‍ય કાર્યવાહી કરવા બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર દિલીપ પટેલે અમરેલી ડીસ્‍ટ્રીકટ જજને રજૂઆત કરેલ છે.
વડીયા કોર્ટના વકીલોની સીવીલ જજના જોહુકમી ભર્યા વલણને લઇને વડીયા બાર એસો. દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો અને બદલી ન થાય ત્‍યાં સુધી બહીષ્‍કાર કરવાનો નિર્ણય રાખેલ છે તે નિર્ણયની જાણ વડીયા બાર એસો. દ્વારા કરવામાં આવી હતી.
જેની ગુજરાત હાઇકોર્ટને લેખીત રજૂઆત પણ આ સીવીલ જજ વિરૂધ્‍ધ કરેલ હતી. આ અંગે બાર કાઉન્‍સીલના દિલીપભાઇ પટેલે અમરેલી ડીસ્‍ટ્રીકટ જજ પત્ર પાઠવી કાર્યવાહી કરવા જણાવેલ છે.
સામાન્‍ય રીતે વકીલો દ્વારા કોર્ટમાં નિયમાનુસાર કાર્યવાહી થતી હોય છે પરંતુ મેજી. શ્રી દ્વારા એસો. ના આક્ષેપો મુજબ કાર્યવાહી વકીલો સામે કરવાથી સદરહુ પ્રશ્ન ઉદભવેલ છે. સીનીયર વકીલ શ્રી એન. બી. રાઠોડને આ સીવીલ જજના કાર્યથી માનસીક દબાણ વધતા હાર્ટ એટેક આવેલ અને તેમને સારવાર અર્થે હોસ્‍પીટલમાં દાખલ કરેલ હતાં.
વકીલોની સામે આ જજ દ્વારા ગેરવર્તણુક કરતા હોય વકીલોને ખોટી રીતે દંડ કરતા હોય ખોટા કેઇસમાં ફીટ કરાવી દેવાનું જણાવતા હોય અને વકીલોને વારંવાર અપમાન કરતા સદરહુ બનાવને વિવિધ બાર એસો. દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે. ગંભીરતા લઇ યોગ્‍ય કાર્યવાહી કરવા બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર દિલીપભાઇ પટેલે રજૂઆત કરી છે.

 

(3:41 pm IST)