Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સિસ્‍ટમ્‍સમાં જ ખરાબી કે પછી નીતિમાં...પડધરી ટોલ નાકે ટોલ ટેક્ષ નથી છતાં રૂા.૬૫ કપાયા

રાજકોટઃ રાજકોટ- જામનગર હાઈવે ઉપર ટોલનાકામાં કોઈ ચાર્જ આપવો પડતો નથી. આમ છતાં બકુલ રૂપાણી નામના વ્‍યકિતનાં ખાતામાંથી રકમ કપાઈ ગઈ હતી.
તેઓએ જણાવેલ કે પડધરી ટોલ નાકેથી મારી ઈકો ગાડી પસાર થઈ હતી. આ ટોલનાકે ટોલ ટેક્ષ નથી આમ છતાં પણ ફાસ્‍ટટેગમાંથી મારા રૂા.૬૫ની રકમ ઉપડી ગયા હતા.ઉલ્લેખનિય છે કે અનેક લોકો સાથે આવા બનાવો બનતા હશે કાં તો તેઓને ખ્‍યાલ ન હોય અથવા તો નજરઅંદાજ કરી જવા દેતા હશે.

 

(3:45 pm IST)