Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્‍યે ‘આત્‍મ જાગૃતિ શિબિર'નું આયોજન

કચ્‍છના પુનડી ગામે તા. ૧૮ થી ૨૧

રાજકોટ,તા. ૨ : આજની વ્‍યસ્‍ત જીવનશૈલીમાં પોતાના મનને શાંતિ અને સમજથી પ્રસન્ન કરવાના ઉપાય રૂપે કચ્‍છના પુનડી ગામમાં ત્રણ દિવસીય સમજણ શિબિર યોજાયેલ છે. રળિયામણા પ્રદેશ કચ્‍છની ધરા પર પુણ્‍યવંતા પુનડી ગામમાં લ્‍ભ્‍પ્‍ આરોગ્‍યધામમાં ચાતુર્માસ કલ્‍પ પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે ૧૮થી૨૧ ઓગસ્‍ટ, ૨૦૨૨ ત્રિદિવસીય આત્‍મ જાગૃતિ શિબિરનું આયોજન સમગ્ર ભારત તેમજ વિશેષરૂપે સૌરાષ્ટ્રના ભાવિકો માટે કરવામાં આવ્‍યું છે.

સંસારની આધિ-વ્‍યાધિ-ઉપાધિથી દૂર થઈને પ્રકૃતિના ખોળે પુનડી ગામના શાંત-પ્રશાંત વાતાવરણમાં સત્‍ય પ્રાપ્તિના પ્રયોગ સ્‍વરૂપ આયોજિત આ શિબિર અંતર્ગત શિબિરાર્થીઓ માટે પરમ ગુરુદેવના શ્રીમુખેથી તેમજ અન્‍ય સંત-સતીજીઓના શ્રીમુખેથી જ્ઞાનવૃદ્ધિકર બોધ પ્રવચનોની સાથે જીવનની દરેક ક્ષણોમાં આત્‍મ જાગૃતિ કેવી રીતે રાખી શકાય તેનું પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવશે.

જીવનની સમસ્‍યાઓને સમજણ દ્વારા સમાધાન કરાવનારી આવી શિબીરોમાં હજારો યુવાનોએ પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવ્‍યું છે. આ શિબિરમાં જોડાવા ઇચ્‍છતા ભાવિકોએ વહેલા તે પહેલાના ધોરણે પર રજિસ્‍ટ્રેશન કરાવી લેવા વ્‍યવસ્‍થાપક કમિટી તરફથી અનુરોધ કરવામાં આવ્‍યો છે. 

(3:50 pm IST)