Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબીમાં રક્ષાબંધન પર્વ નિમિતે કલાત્મક રાખડી બનાવતો વિડીયો બનાવી સ્પર્ધામાં ભાગ લો.

મોરબી :તા. ૧૨ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસે આપણી સંસ્કૃતિ આપણો વારસો, આપણી કલા, આપણી ઓળખ એવા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે ઘરે બેઠા કલાત્મક રાખડી બનાવતો વિડીયો બનાવી સ્પર્ધામાં ભાગ લેવા નિમંત્રણ પાઠવ્યું છે

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા. ૧૨ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસના અનુસંધાને રક્ષાબંધન પર્વ નિમિતે ઘરે બેઠા રક્ષાબંધન રાખડી બનાવતા હોય તેનો વિડીયો બનાવી અન્યને આ સ્પર્ધા દ્વારા સ્વનિર્ભર બનાવવા અનેરું આયોજન કરાયું છે
આ સ્પર્ધા નો  મુખ્ય હેતુ યુવાનો ને રક્ષા બંધન ( રક્ષા કવચ, રક્ષા સૂત્ર) રાખડી નાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવા ની સ્પર્ધા દ્વારાં સ્વનિર્ભર બનાવવા ની તાલીમ  “આપણી સંસ્કૃતિ, આપણો વારસો. આપણી કલા , અમારી ઓળખ”  ને સાર્થક કરવા નું આયોજન કરવા માં આવ્યું છે
આ સ્પર્ધા માં  સ્પર્ધકો એ “ઘર બેઠાં” કલાત્મક રાખડી  બનાવતાં હોય તેનો વિડીયો  બનાવી નીચે દર્શાવેલ કોઈપણ ( 1 ) એક વૉટ્સેપ  નંબર પર મોકલી આપો  એલ.એમ.ભટ્ટ 98249 12230 / દિપેનભાઈ ભટ્ટ 97279 86386
આ સ્પર્ધામાં  કેટેગરી મુજબ ભાગ લેવાં નિમંત્રણ આપવામાં આવે છે. દરેક સ્પર્ધક ને પ્રમાણપત્ર આપવામાં આવશે
આ સ્પર્ધા માં કેટેગરી મુજબ શ્રેષ્ઠ કલાકૃતિનાં સર્જન બદલ સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવા માં આવશે. કેટેગરીમાં શ્રેષ્ઠ સ્પર્ધકોનાં વિડીયો  “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી” યુટ્યુબ પરથી જોઈ શકો છો.
આ સ્પર્ધામાં ભાગ લેવાં માટેની છેલ્લી તા 12 /8 /2022 રાત્રે 9=00 સુધી આપે બનાવેલ  કલાત્મક રાખડીનો વિડીયો બનાવી મોકલી શકો છો .
આ  વિડીયો સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ “આપણી સંસ્કૃતિ, આપણો વારસો. આપણી કલા , આપણી ઓળખ ” થી  અન્ય લોકો રાખડીનું મહત્વ સમજે તે બનાવતાં શીખે અને સ્વનિર્ભર બને

(10:04 pm IST)