Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબીમાં રેશનકાર્ડમા સુધારા-વધારામાં લોકોને હાલાકી.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનની મુખ્યમંત્રીને રજુઆત

મોરબીમાં લોકોના રેશન કાર્ડમાંથી કોઈ પણ જાતના અરજી કે કારણ વગર કમી થયેલા નામોને પરત ચડાવવાના કામમાં કારણ વગર થતી હેરાનગતિ નિવારવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
રજુઆતમાં રેશનકાર્ડને લોકો પોતાનો ભારતના નાગરિકતાના પુરાવા તેમજ રહેણાંકના પુરાવા તરીકે ઉપયોગ કરતા હોય છે. તો સામાન્ય અને ગરીબ લોકો પોતાના પેટની જઠરાગ્ની ઠારવા માટે સસ્તું અનાજ મેળવા માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ મોરબીમાં એવા ઘણા લોકો છે કે તેને માટે આ રેશન કાર્ડ હેરાન થવા નું કારણ તેમજ ફરજીયાત ખોટા ખર્ચા કરવા પડતા હોવાનું સાધન બની જવા પામેલ છે. હાલ માં મોરબી ના લગભગ મોટા ભાગની સસ્તા અનાજ ની દુકાન ના રેશન કાર્ડ માંથી પરિવાર નું કોઈ ને કોઈ સભ્ય નું નામ કે કોઈ આખા પરિવાર ના નામ કોઈ પણ જાતની પોતાના નામો કમી કરવાની અરજી કર્યા વગર કોઈ અગમ્ય કારણો સર કમી કરવામાં આવેલ છે.

હાલ માં જયારે લોકોને નોટબાંધી, લોકડાઉન વગેરે માંથી પસાર થવું પડવાના ના કારણે પોતાના પેટ ના ખાડા ભરવા માટે નોકરી કે કામ ધંધો શોધવા તેમજ મજુરી ઓ કરવા માં વ્યવસ્ત છે. લોકો આવક ના સ્ત્રોતો ગોતવા માટે દર દર ભડકતા હોય છે. ત્યારે તેઓને એકજ આધાર હોય છે. કે સસ્તા અનાજ ની દુકાને સરકાર તરફ થી વ્યક્તિ દીઠ જે સસ્તા ભાવનું અનાજ મળે છે. તેના થી તેઓને રાહત મળશે. પરંતુ હાલમાં મોરબી ના આવા ઘણા લોકો ની આ આશા ઉપર પાણી ફરી વળ્યું છે.

કારણકે જે લોકોના ના નામો વિના કારણ સરકારી અધિકારી/ કર્મચારી કે કોઈ અન્ય ના પાપે નામો કમી થયેલ છે. અને આ નામો ફરીથી પોતાના રેશન કાર્ડ માં ચડાવવા માટે પોતાના કામ ધંધા છોડી ને રેશનકાર્ડ માં નામો ચડાવવા માટેની લાઈનો માં ઉભા રેહવાની ફરજ પડી રહી છે. અને આના માટે વારંવાર ધક્કોઓ પણ ખાવા પડી રહ્યા છે.
સામેપક્ષે લગત મામલતદાર કચેરીના અધિકારી ઓ કર્મચારી ઓ દ્વારા કોઈ જાતની માનવતા ન દાખવતા લોકોને હેરાન કરવાની નીતિ જાણે કે અખત્યાર કરવામાં આવી રહી હોય તેવું લોકો કહી રહ્યા છે. આ કામ માટે ની પ્રધ્ધતી સરળ કરવાના બદલે જટિલ કરીને લોકોને પરેશાની વધારવાના નુશ્ખાઓ જાણે કે આચરવામાં આવી રહ્યા હોય તેવું લોકોને અનુભવાય રહ્યું છે, લોકો હતાશ થઇ જાય છે. ને નિરાશાની ગર્તા માં ધકેલાય જાય છે.
એક તો કોઈ પણ જાત ના વાંક ગુના વગર કોઈ કારણ વગર નામો કમી કરનાર સામે કોઈ જાતની કાર્યવાહી તો થતી નથી. પરંતુ સજા તો આ ગરીબ લોકો ને થઇ રહી છે. જો રેશન કાર્ડમાં નામ ચડાવવા માટે જેતે સસ્તા અનાજ ની દુકાને અગાઉથી તારીખ જાહેર કરીને કેમ્પ રાખીને લોકોના નામો ચડાવવાની કામગીરી ત્યાં કરવામાં આવે , લોકોને નામ ચડાવવામાં અરજી માટે પહેલાથી જ જાણ કરીને જરૂરી દસ્તાવેજો બાબતે સમાજ આપીને સરળતા થી કામ થાય તેવું કરવા, અને જે નામો વગર અરજીઓ કમી થયેલ છે. તે વગર અરજી એ પાછા દાખલ કરવામાં આવે તેવું કરવા માંગણી છે.

(10:06 pm IST)