Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

માળિયામાં તળાવની પાળ નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી.

પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો, ગરમ આથો અને તૈયાર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો કબજે લીધા

માળિયા પંથકમાં દેશી દારૂના દુષણને ડામવા પોલીસ ટીમો સતત કાર્યરત છે જેમાં તળાવની પાળ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરીને પોલીસે મુદામાલ જપ્ત કર્યો છે
માળિયા પોલીસ ટીમે બાતમીને આધારે તળાવની પાળ પાસે દરોડો કર્યો હતો જેમાં બાવળના ઝુંડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી લીધી હતી અને સ્થળ પરથી પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો, ગરમ આથો અને તૈયાર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો કબજે લીધા હતા અને આરોપી હિતેશ દેવજીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:07 pm IST)