Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સુરેન્દ્રનગરના લખતર તાલુકા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

અસરગ્રસ્ત ગામોના પશુઓનું ઝડપથી 100 ટકા રસીકરણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ

સુરેન્દ્રનગર : ગાય સંવર્ગનાં પશુમાં પ્રવર્તી રહેલા લમ્પી વાયરસ  સંદર્ભે પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગરના લખતર તાલુકા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. સચિવએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાયરસની સ્થિતિને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર જાણકારી પ્રાપ્ત કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે જિલ્લાના લમ્પીથી અસરગ્રસ્ત ગામડાઓમાં રસીકરણની કામગીરીમાં વેગ લાવીને અસરગ્રસ્ત ગામોના પશુઓનું ઝડપથી 100 ટકા રસીકરણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત જ્યાં સૌથી વધુ કેસો જોવા મળે છે તેવા ગામડાઓની જિલ્લાના અધિકારીઓ દ્વારા મુલાકાત લઈને ગામડાઓમાં લમ્પી વાયરસ સંદર્ભે જાગૃતિ કેળવાય અને લોકો પશુઓને આઈસોલેશનમાં રાખવા બાબતના નિયમોનું પૂરતું પાલન કરે તે દિશામાં કામગીરી કરવા સંબંધે અધિકારીઓને જણાવ્યું હતું

(10:28 pm IST)