Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સોમનાથમાં આમ આદમી પાર્ટીની ટિકિટ જગમાલ વાળાને મળતા વિજય ઉત્સવ જેવો માહોલ

ટાવર ચોકમાં હોદેદારો-કાર્યકરોએ ભવ્ય આતશબાજી કરી

વેરાવળ : આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલની જાહેરસભાના બીજા દિવસે સોમનાથ વિધાનસભાની ટિકિટ જગમાલ વાળાને ફાળવતા વિજય ઉત્સવ જેવો માહોલ સર્જાયેલ હતો,

કાર્યાલયે શુભેચ્છા આપવા ભારે ભીડ જામી હતી,સાંજે 7 કલાકે ટાવર ચોકમાં હોદેદારો- કાર્યકરો દ્વારા ભવ્ય આતશબાજી કરાયેલ હતી,સોમનાથ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જગમાલ વાળાને ટિકિટ આપતા તેમના કાર્યાલયે વિજય ઉત્સવ જેવો માહોલ સર્જાયેલ હતો , ટાવર ચોકમાં હોદેદારો-કાર્યકરોએ ભવ્ય આતશબાજી કરી હતી

  2012માં અપક્ષમાં ઉભા રહેલ તેમાં હાર મળી હતી, 2017માં કોંગ્રેસને ટેકો આપ્યો હતો,

મૂળ ભાજપ સાથે સંકળાયેલ પણ વખતોવખત રાજકીય સ્થાન બદલતા હોવાથી વર્ષોથી ભાજપથી વિમુખ થયેકલ છે પણ અનેક ક્ષેત્રોમાં રાજકીય પક્ષો સાથે ધરોબો ધરાવે છેમ,હાલ કોને કેટલું નુકશાન કરશે તેનું ભવિષ્ય આવતા દિવસોમાં થશે 

(10:42 pm IST)