Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રેલવેમાં સિનીયર સિટીઝને મળતુ કન્સેશન પુન: ચાલુ કરવા રેલ્વે મંત્રીને ગ્રેટર ચેમ્બસઁની રજુઆત

ગોંડલ ગ્રેટર ચેમ્બસઁ ઑફ કોમર્સ દ્વારા રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવીને પત્ર લખ્યો

ગોંડલ : કોરોના કાળ પહેલા સીનિયર સિટીઝન ને રેલ્વે મા ડિસ્કાઉન્ટ આપવા મા આવતુ હતુ.જે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સમય દરમિયાન બંધ કરાયુ હતુ.પરંતુ છેલ્લા કેટલાક સમય થી કોરોના ની પરીસ્થીતી કાબુ મા હોય વહેલી તકે ડીસ્કાઉન્ટ ચાલુ કરવા ગોંડલ ગ્રેટર ચેમ્બસઁ ઑફ કોમર્સ દ્વારા ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવીને પત્ર લખી માંગ કરાઇ છે.

ગ્રેટર ચેમ્બસઁના વિનુભાઈ વસાણીએ રજુઆતમા જણાવ્યુ કે વરિષ્ઠની વ્યાખ્યામા આવતા સિટીઝનને નિવૃતિ પેન્શન સાથે મર્યાદિત આવક મા જીવવુ પડતુ હોય છે.મોટી વય ને કારણે શરીર પણ સાથ આપતુ નથી.જીવન ભર તેમણે સરકાર ને ટેક્ષ ભર્યો હોય છે.ત્યારે સરકારે વરિષ્ઠ લોકો ને આદર આપવા ને બદલે તેની લાચારી ની મજાક ઉડાવતા હોય તેમ રેલ્વે મા મળતી ડીસ્કાઉન્ટ સુવિધા છીનવી લઇ હાલ કોરોના ના હોવા છતા ડીસ્કાઉન્ટ ચાલુ નહી કરી અન્યાય કર્યો છે.

વહેલી તકે આ સુવિધા પુન:ચાલુ કરવા જણાવાયુ છે

(11:18 pm IST)