Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૧૯ કેસ નોંધાયા :વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ

જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૯૮ પર પહોંચી ગયો

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેમાં મંગળવારે મોરબી જીલ્લાના ચાર તાલુકામાં નવા ૧૯ કેસો નોંધાયા છે અને ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી એક્ટીવ કેસનો આંક ૧૦૦ ની નજીક પહોંચી ગયો છે
 નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૨ કેસ જેમાં ૦૭ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં, હળવદ તાલુકામાં ૦૨ કેસ અને ટંકારા તાલુકામાં ૦૪ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૯ કેસ નોંધાયા છે  મોરબી તાલુકામાં ૦૫, વાંકાનેર તાલુકામાં ૦૧, હળવદ તાલુકામાં ૦૪ અને ટંકારા તાલુકામાં ૦૧ મળીને જીલ્લામાં ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૯૮ પર પહોંચી ગયો છે

(11:30 pm IST)