Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી જિલ્લો દેશીદારૂના નાગપાશમાં ફસાયો; અનેક સ્થળોએથી દેશી દારૂ વેંચતા ઈસમો ઝડપાયા.

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં  મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા 35 ઈસમો ઝડપાયા છે.
જેમાં મોરબીમાં આરોપી મનીશભાઇ વશરામભાઇ ભડાણીયા લીલાપર રોડ આવાસ યોજના પાસે ફિલ્ટર હાઉસની બાજુમાપોતાના કબ્જા દેશી પીવાનો દારૂ લીટર-૧૦ કિ.રૂ.૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમા મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી જીતેશ ઉર્ફે ચંગો કાંતીભાઈ કાંજીયા શનાળા બાયપાસ ઓવર બ્રીજની પાસે ખુલ્લા પ્લૉટમા દેશી દારૂ લી.૫૦ કિ.રૂ.૧૦૦૦/-નો મુદામાલ વેચાણ કરવા અર્થે પોતાની સાથે રાખી મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી પપ્પી નાગજીભાઇ વિકાણી કંડલા બાયપાસ પાસે પાપાજી ફન વલ્ડ સામે ઝુપડપટ્ટીમા જાહેરમા પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૪ કી. રૂ.૮૦/- નો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો.
મોરબીમાં આરોપી ચંદુભાઇ મોતીભાઇ નગવાડીયા ઇદ મસ્જીદરોડ જુના બસસ્ટેન્ડ પાસે પોતાના કબ્જામા ગે.કા પાસ પરમીટ કે આઘાર વગર દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્લાની નાની નાની ૨૫૦ મીલી નંગ ૨૦ દારૂ લીટર-૫ કિ.રૂા.૧૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી મોસીનભાઈ મહમદભાઈ ખુરેશી કબીર ટેકરી શેરી નં.૦૫ ના  નાકે નગર દરવાજા પાસે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ લી.૪ કી. રૂ.૮૦/- નો રાખી મળી આવ્યો હતો.
મોરબીમાં આરોપી નીમુબેન વા/ઓફ મહેશભાઇ ઝંઝવાડીયા ભડીયાદ રોડ સાયન્સ કોલેજની સામે પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૦૦ મીલી ની નંગ-૨૦ દારૂ લીટર-૦૪ કી.રૂ.૮૦/- નો રાખી  રેઇડ દરમ્યાન મળી આવી હતી. મોરબીમાં આરોપી રુખીબેન રાજેશભાઇ સાતોલા ઇન્દીરાનગર મંગલમ વિસ્તારમાં પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૨૪ દારૂ લીટર-૦૬ કી.રૂ.૧૨૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી. મોરબીમાં આરોપી કરશનભાઇ શિવાભાઇ વાઘેલા રંગપર ગામ સોમનાથ પેટ્રોલપંપ સામે પ્લાસ્ટીકની થેલીમા કેફી પ્રવાહી દેશી પીવાનાદારૂની૨૦૦ મીલીના માપની કોથળીઓ નંગ-૨૫દેશીદારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી કાન્તીભાઇ શામજીભાઇ કોઢિયા પંચાસીયા દેવીપુક વાસ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૦૫ કી. રૂ.૧૦૦/- નો રાખી વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.  વાંકાનેરમાં આરોપી જગદીસભાઇ મનુભાઇ ઉકેડીયા માટેલ ગામ પાસે આવેલ ક્રેસ્ટોના સીરામીક પાસે પીવાનો દેશી દારૂજેવુ કેફી પ્રવાહી લીટર-૦૪કીમત-.રૂા.૮૦/-નો પોતાની પાસે રાખી મળી આવ્યો હતો.  વાંકાનેરમાં આરોપી ગજુબેન ઉર્ફે ગજુડી વા/ઓ નારૂભાઇ વાઘેલા સરતાનપર રોડ મીલેનીયમ સીરામીક ગેઇડ નંબર-૩ નજીક બેઠા પુલીયા પાસે  દેશી દારૂ લીટર-૧૪ કિ.રૂ.૨૮૦/-નો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામા રાખી મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી કુશાલભાઇ નંદનસિંહ અનારે સરતાનપર શીલોન સીરામીક સામે ખુલ્લી જગ્યામાં પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૫ કી. રૂ.૧૦૦/- નો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો.

ટંકારામાં આરોપી દીલીપ ભાણાભાઇ વાધેલા લતીપર રોડ પર આવેલ હીરોના શોરૂમ પાછળ એક પ્લા.ની થેલીમાં નાની પ્લા.ની આશરે ૨૦૦ મીલી દેશી દારુ ભરેલ કોથળીઓ નંગ-૧૫ લીટર આશરે ૦૩ જેની કી.રુ. ૬૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી હાજર મળી આવ્યો હતો. ટંકારામાં આરોપી મનીષભાઇ ગોવીદભાઇ સાડમીયા મિતાણા વાલાસણ રોડ પાસે દેશી પીવા નો દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. ટંકારામાં આરોપી ચંપાબેન વેલજીભાઇ ચાડમીયા મિતાણા ગામે મિતાણા વાલાસણ રોડ પાસે  પોતાના કબ્જામા એક પ્લા.ની થેલીમાં નાની પ્લા.ની આશરે ૨૦૦ મી.લી. દેશી દારુ ભરેલ નાની કોથળીઓ નંગ-૩૦ લીટર આશરે ૦૬ જેની કી.રુ. ૧૨૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી  મળી આવી હતી.
માળિયામાં આરોપી જુસબભાઇ આમદભાઇ કટીયા જાજાસર ગામના તળાવ પાસે પોતાના કબ્જામા વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૫ કિ.રૂ.૧૦૦/- નોરાખી મળી આવ્યો હતો. માળિયામાં આરોપી ભીમજીભાઈ ગાંડુભાઈ સનુરા ઘાંટીલા ગામથી મંદરકી તરફ જતા રસ્તે ફી પ્રવાહી પીણુ લીટર-૦૬ કિ.રૂ.૧૨૦/-નો મુદ્દામાલ પોતાના કબ્જામા રાખી મળી આવ્યો હતો. માળિયામાં આરોપી બાબુભાઇ ડાયાભાઇ પરસોંડા વર્ષામેડી ફાટક પાસે પોતાના કબ્જામા વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૨ કિ.રૂ.૪૦/- નોરાખી મળી આવ્યો હતો. માળિયામાં આરોપી રામજીભાઇ મમુભાઇ અખીયાણી  બગસરા ગામ પાસે બાવળની કાંટમાં પોતાના કબ્જામા વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૩ કિ.રૂ.૬૦/- નો રાખી મળી આવ્યો હતો.
હળવદમાં આરોપી નરશીભાઇ બાબુભાઇ વાજેલીયા કડીયાણા ગામની સિમ દેવીપુજક પ્રા.શાળા પાસે  દેશી પીવાનો દારૂ લીટર ૦૯ કિ.રૂા. ૧૮૦ નો મુદામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો. હળવદમાં આરોપી રણછોડભાઇ રામજીભાઇ વાણીયા નવા ઢવાણા ગામે પોતાના કબ્જામા દેશી-દારૂ લી.૫ કિ રૂ.૧૦૦-નો મુદામાલ વેચાણ  કરવાના ઈરાદે રાખી રેઈડ દરમ્યાન મળી આવ્યો હતો. હળવદમાં આરોપી કાળુ ઉર્ફ વિક્રમ જયંતિભાઇ અઘારીયા મયુરનગર ગામે સરકારી દવાખાનાની બાજુમાં દેશી પીવાનો દારૂ લીટર ૦૩ કિ.રૂ ૬૦/- નો મુદામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો.
આ 35 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:02 am IST)