Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ઉપલેટા પંથકમાં વરસાદ વરસ્યો :કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકોને જીવતદાન મળશે

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી આંશિક રાહત મળી

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદ શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હો. ઉપલેટા શહેર તથા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તાલુકાના ઈસરા, વરજાંગ જાળીયા, ગણોદ, મૂરખડા, મેખાટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.

 વરસાદી ઝાપડાથી કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકોને જીવતદાન મળશે. ઘણા દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી આંશિક રાહત મળી હતી.

(1:16 am IST)