Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોનાના બે પોઝીટીવ કેસ આવતા ગોંડલના અનિડા ભાલોડી ગામે સ્વયંભૂ લોકડાઉન જાહેર

5 દિવસ સુધી ગામની તમામ દુકાનો તેમજ ગામ બંધ રહેશે

સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે,ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામમાં માત્રને માત્ર 2 જ કેસ પોઝિટિવ આવતાં ગામના લોકોએ અનોખો નિર્ણય લીધો હતો.અનિડા ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.

નાના એવા ગામમાં કોરોનાને લઈને મોટી જાગૃતિ જોવા મળી રહી છે. 5 દિવસ સુધી ગામની તમામ દુકાનો તેમજ ગામ બંધ રહેશે. બહાર ગામથી લોકોને ગામમાં નહીં આવવાનું તેમજ ગામના લોકોને બહાર ન જવાનું નક્કી કરવામાં આવ્યું છે. અનિડા ગામમાં કેસો વધે નહીં તેમજ આસપાસ ગામમાં વધતાં કેસોને લઈને પોતાના ગામમાં ચેપ ફેલાઈ નહીં તે માટે સરપંચ તેમજ ગામના લોકોએ નિર્ણય કર્યો છે.

(10:45 am IST)