Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મોટી પાનેલીમાં કોરોનામાં પ્રથમ મોત

સીતેર વર્ષીય આધેડ કોરોના સામે જંગ હાર્યા

મોટી પાનેલી,તા.૨: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં કોવીડ ૧૯ને લઈને પહેલું મૃત્યુનો બનાવ નોંધાયો છે. અત્યાર સુધી પાનેલીમાં દશ કેશ નોંધાયા છે જેમાં સોમવારે  નાનજીભાઈ મુળજીભાઈ ઢાંકેચા ઉં.વ.૭૦ નું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયેલ છે નાનજીભાઈ ને ગત તારીખ ૨૨ના રોજ તબિયત બગડતા ઉપલેટા ન્યુ લાઈફમાં દાખલ કરેલ જયાંથી તેમને તેજ દિવસે જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેમનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવેલ આઠ દિવસની સારવાર બાદ સોમવાર ના રોજ તેઓ કોરોના સામેનો જંગ હરિજતા તેમનું મૃત્યુ થયેલ જેમના અંતિમ સંસ્કાર પણ ત્યાંજ કરવામાં આવેલ મૃતકના કોન્ટેકટ માં આવેલ તેમના પુત્ર અને પુત્રવધુનો પણ ટેસ્ટ કરવામાં આવેલ જે નેગેટિવ આવેલ છે.

(11:18 am IST)