Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વાસાવડ ગામે શાકભાજીની દુકાન ધરાશાયી થઇ, મહિલાને ઇજા

ગોંડલ,તા.૨ : ગોંડલ તાલુકાના વાસાવડ ગામે મેઇન બજારમાં આવેલ ભગુભાઈ ટપુભાઈ પરમારની જુનવાણી દુકાન એકાએક ધરાશાય થઈ જતા બૂમાબૂમ મચી જવા પામી હતી આ વેળાએ કુસુમબેન ઓસ્માણભાઈ ઉંમર વર્ષ ૬૫ ત્યાંથી પસાર થઈ રહ્યા હોય પગમાં ઇજા થતા ગામના સરપંચ બકુલભાઈ જયસ્વાલ સહિતનાઓ દોડી ગયા હતા અને ૧૦૮ મારફત વૃદ્ઘાને ગોંડલ સરકારી દવાખાને ખસેડાયા હતા જયાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

આ તકે સરપંચ બકુલભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે ભગુભાઈ ની શાકભાજીની દુકાન ખૂબ જુનવાણી હોય તાજેતરમાં વાસાવાડા માં ભારે વરસાદ પડતાં જર્જરિત બની હતી સદનસીબે બપોરે એક વાગ્યે દુકાન બંધ હોય અને મેઇન બજારમાં પણ માણસોની અવરજવર ઓછી હોય કોઈ જાનહાની થવા પામી ન હતી.

(11:38 am IST)