Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અમરેલીના પ્રાચીન નાગનાથ મંદિરમાં ગણપતિ ઉત્સવ

અમરેલીઃ પ્રાચીન એવા નાગનાથ મંદિરમાં શ્રી સાર્વજનિક ગણપતિ ઉત્સવ છેલ્લા ૧ર૧ વર્ષથી મંદિરમાં ઉજવાઇ રહેલ છે. મહામારીના આવા કપરા સંજોગોમાં  પણ શ્રી નાગનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી આ ઉત્સવ અંગેની જવાબદારીઓ જે તે વખતનાં  મહારાષ્ટ્રીયન દક્ષિણી બ્રાહ્મણો દ્વારા સંચાલન કરવામાં આવતુ હતું તેમાં પાઠક દાદા, બીનીવાલે દાદા, વૈદ્ય દાદા, વિગેરે લોકો આ ઉત્સવની જવાબદારીઓ સોંપતા ૧ર૧ માં વર્ષે નાગનાથ મંદિરમાં પટાંગણમાં ગણપતિ સ્થાપન કરવામાં આવેલ શ્રી નાગનાથ મહાદેવ  મંદિરના ટ્રસ્ટ તરફથી જે જુનો ગણપતિ હોલ હતો ત્યાં અમુભાઇ પરીખ જેવા દાતાએ આ હોલની સગવડતા કરેલ હોય છેલ્લા ૧ર૧ વર્ષથી નાગનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે આ સગવડતા આપવામાં આવે છે તેમજ હોલીકા ઉત્સવ પણ જયારથી નાગનાથ મંદિર બનેલ છે ત્યારથી જ ટ્રસ્ટ દ્વારા આ હોલીકા ઉત્સવનો પણ પ્રજા ખૂબ જ વ્યાપક પ્રમાણમાં દર્શનનો લાભ લે છે. આ વિસર્જન પ્રસંગે અત્યાર સુધીમાં વર્ષો દરમ્યાનનો અલભ્ય પ્રસંગ બની રહ્યો હતોઅને ભાવિકો પણ વિસર્જન પ્રક્રિયા જોઇ પ્રસન્ન થયેલ હતાં. (તસ્વીર - અહેવાલઃ અરવિંદ નિર્મળ -અમરેલી)

(11:41 am IST)