Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદે કરોડોના રસ્તા ધોઇ નાખ્યા : નબળા કામોની પોલ છતી થઇ

પાણી માટે લાખો રૂપિયા ખર્ચવા છતાં સુરેન્દ્રનગરની જનતાને નિયમીત પાણી મળતુ નથી ! : ભુગર્ભ ગટરમાં ભરાતા ગંધાતા પાણી લોકોએ જાતે સાફ કરવા પડે છે.

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨: સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદે નગરપાલિકાના કરોડના કામોની પોલો હાલ છતી કરી નાંખી છે.જિલ્લામાં અઢી ઇંચ કરતાં પણ વધુ ખાબકતા વરસાદના પગલે અનેક જાહેર રોડ રસ્તાઓ પાણીમાં ઓગળી જવા પામ્યા છે ત્યારે બીજી તરફ સતત વરસાદના પગલે જિલ્લાના હાઈવે ઉપર પણ મસ્ત મસ્ત મોટા ગાબડાં પડી જવા પામ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ નગરપાલિકા દ્વારા રોડ રસ્તા ભૂગર્ભગટર જિલ્લા વાસીઓને નિયમિત પાણી મળે તે હેતુથી જિલ્લામાં નવી પાણીની પાઇપલાઇનમાં પાછળ પણ કરોડો રૂપિયા નાખવામાં આવ્યા છે. આ સમગ્ર કામ સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષના સમયગાળામાં થવા પામ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની દુધરેજ નગરપાલિકા દ્વારા આ ત્રણ કામો પાછળ કરોડો રૂપિયા નાખી દેવામાં આવ્યા છે.

સી.સી. રોડ માટે

નગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૩૨ કરોડ વાપર્યા

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂગર્ભ ગટરો ના કામો પૂર્ણ થઈ ગયા છે ત્યારે વિવિધ વિસ્તારોમાં ખોદકામ દરમ્યાન થયેલ નુકસાન પાછળ સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા જિલ્લામાં ભૂગર્ભ ગટર યોજનાના કારણે નુકસાન થયેલ રોડ રસ્તા ઉપર સીસી રોડ બનાવવા માટે નગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૩૨ કરોડ રૂપિયા નાખ્યા છે. છતાં પ્રથમ વરસાદે જ આ રોડ રસ્તાઓ ઉપર મસમોટા ગાબડા પડી જવા પામ્યા છે અને વરસાદી પાણીના કારણે જાણે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા પાણીમાં ઓગળી ગયા ની સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાઓ જાગી ઊઠી છે.

ત્યારે ૩૨ કરોડ રૂપિયાના રોડ-રસ્તાઓ થયા હોવા છતાં પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા ની જનતા કમરતોડ ખાડાઓ માંથી પસાર થઇ રહી છે. (૨૨.૩)

ભૂગર્ભ ગટરમાં ૩૩ કરોડ નાખ્યા છતાં સોસાયટીઓમાં પાણીનો ભરાવોઃ લોકો ખુદ ભુગર્ભ ગટરો સાફ કરે છે

 વઢવાણ : આમ ગણીએ તો આ કામો થયાને પહેલા વરસાદે જ અસર દેખાડી છે અને જિલ્લાની નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કરોડોના કામો પાણીમાં ઓગળી જવા પામ્યા હોય તેવું હાલમાં સ્પષ્ટ ચિત્રમાં વર્તાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાની દુધરેજ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરો ના કામમાં ૩૩કરોડ રૂપિયા ખર્ચયા છે ત્યારે પહેલા ચોમાસાની સિઝનમાં જ આ ભૂગર્ભ ગટર નિષ્ફળતા વર્તાવી રહી છે.

જિલ્લામાં ૩૩ કરોડની ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હોવા છતાં પણ ચોમાસાના પાણીનો કોઈ પણ જાતનો નિકાસ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સોસાયટીઓમાં થઈ રહ્યો નથી જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની રતનપર બાયપાસ વિસ્ત ારમાં બનેલી અને ભૂગર્ભ ગટર થી સજ્જ આ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવા પામ્યા છે અને ભૂગર્ભ ગટરમાં કોઈપણ જાતના વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. લક્ષ્મીપરા વિસ્તાર અને છેવાડાના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો માં ભરાઈ રહેલો કચરો લોકો ભૂગર્ભ ગટર જાતે સાફ કરી રહ્યા છે.

(11:44 am IST)