Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

નિકાવામાં ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન : તાત્કાલીક સહાય ચુકવો : આવેદન

નિકાવા તા.૨ : કાલાવડ ના નિકાવા ગામે મોસમ નો કુલ વરસાદ ૬૦ ઈંચ જેવો વરસી જવા પામ્યો છે ત્યારે ખેડૂતોનો પાક સંપૂર્ણ નાસ પામ્યો છે અને પાયમાલ થવાની સ્થિતિ ઉભી થઇ છે ત્યારે  નિકાવાના સરપંચ રાજુભાઇ મારવીયાની આગેવાનીમાં ગ્રામ પંચાયત ના સદસ્યો આ એ ખેડુત આગેવાનો સાથે તાલુકા વિકાસ અધિકારી કાલાવડને તાત્કાલિક અસર થી સર્વે કરી સહાય ચૂકવવા આવેદન પાઠવી રજુઆત કરવા માં આવેલ આ આ તકે નિકાવાના રફીકશા શાહમદાર ગ્રામ પંચાયતના સદસ્યો જેન્તિ ભાઈ સૌંદરવા અલ્તાફ ભાઈ નકાણી મનસુખ ભાઈ ગમઢા નિલેશ ભાઈ ગમઢા લાલજી ભાઈ મારવીયા તેમજ અન્ય ખેડૂત આગેવાનો જોડાયા હતા.

(11:46 am IST)