Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મોટી પાનેલીમાં ઉઘાડ : લોકોએ લીધો રાહતનો શ્વાસ

સતત વિસ દિવસથી વરસાદ ચાલુ હતો : તડકાંના અભાવે લોકોના ઘર અગાસીમાં જામ્યા છે સેવાળ : મચ્છરનો વધ્યો ત્રાસ

મોટી પાનેલી,તા.૨ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ વિસ્તારમાં છેલ્લા વિસ દિવસથી વરસાદ વતા ઓછે ચાલુજ રહેલ હતો સીઝનનો સીતાસિ ઇંચ જેવો વરસાદ પડતા છેલ્લા ચાલીસ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે રોડ રસ્તામાં સતત પાણી ભીના જ રહેતા હતા જેને લીધે મચ્છરનો ત્રાસ પણ વધ્યો છે જેનાથી રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવતો હતો. લોકોનાઘરના ફળીયા અને અગાસીમાં પણ સતત વરસી રહેલા વરસાદને લઈને સેવાળ જામી ગયા છે જેનેલઈને લોકોના લપસી પડવાના પણ બનાવ બનતા જોવા મળ્યા છે આટલી હદે વરસાદ વરસતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા લોકો મેઘરાજાને પ્રાર્થના કરતા જોવા મળ્યા કે હવે વિરામ લ્યે તો સારુ. દર વર્ષે લોકો મેઘરાજાને રીઝવવા રામધૂન શિવપૂજા કે કુતરાઓ ને લાડવા જમાડવા જેવા કાર્યક્રમો રાખી વરૂણદેવને પ્રાર્થના કરતા હોય જે આ વર્ષે ઉલટું થયું છે લોકોની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હોય એમ આજે આખોદિવસ ઉઘાડ નીકળ્યો અને સુરજનારાયણના દર્શન થતા લોકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે ને ઈશ્વરનો આભાર વ્યકત કર્યો છે.

(11:47 am IST)