Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુરેન્દ્રનગરના વડગાસ ગામ પાસે ઇકો કાર હડફેટે મોત : ૨ મહિલા ગંભીર

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા.૨: વિરમગામ માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટિયા પાસે ઇકો કાર પૂર ઝડપે આવી રહી હતી તે દરમિયાન બાઈક સવારને ટક્કર મારતા ઘટનાસ્થળે બાઈકમાં રહેલ ત્રણ વ્યકિતઓને ઇજાઓ પહોંચી જેમાં બાઇક ચલાવી રહેલ ૫૦ વર્ષીય પુરુષ રામાભાઇ તળશીભાઇ પરમાર રહે વડગાસનુ ઘટનાસ્થળે જ મોત નીપજયું અન્ય બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ દ્વારા વિરમગામ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતને લઈને હાઈવે પર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વધુ તપાસ વિરમગામ રુરલ પોલીસે હાથ ધરી છે.

(11:49 am IST)