Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પ મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે

હળવદની શાળા દ્વારા ડીઝીટલ માધ્યમથી શિક્ષણ દિન ઉજવાશે

વિદ્યાર્થીઓને ૩ સપ્ટેમ્બર સુધીમાં વિડીયો મોકલવો

(હરીશ રબારી દ્વારા)હળવદ,તા. ૨: પ્રતિવર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી વિવેકાનંદ વિદ્યાલય કરી કરે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે સ્કૂલમાં શિક્ષક દિન ઉજવી શકાય તેમ નથી ત્યારે હળવદમાં વિવેકાનંદ વિદ્યાલયે ઓનલાઇન શિક્ષક દિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ઘેર બેઠા વિદ્યાર્થી પોતે એક દિવસ શિક્ષક બનીને તેનો વીડિયો બનાવીને સ્કૂલે પહોંચાડે અને સ્કૂલ વિદ્યાર્થીના વિડીયો યુ-ટયુબ પર મૂકીને તેની સ્પર્ધા યોજાશે.વિડિયો સ્કૂલે ૩ સપ્ટેમ્બર પહોંચાડવાનો રહેશે ઙ્ગએક થી છ ધોરણ ઙ્ગવિદ્યાર્થીઓ ઙ્ગમાટે દસ મિનિટ વિડિયો હોવો ઙ્ગજોઈએ ૬ થી ૧૨ ધોરણના ઙ્ગવિદ્યાર્થીઓનો ઙ્ગમાટે ૧૫ મિનિટનો વિડિયો હોવો જોઈએ સ્કૂલ પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને યુ-ટયુબ ઉપર વિડિયો અપલોડ કરવામાં આવશે.

જે વિડીયો વધુ સબસ્ક્રાઇબ અને વધુ જોવાશે તેના આધારે વિજેતા વિદ્યાર્થીને નક્કી કરવામાં આવશે આ સ્પર્ધામાં ધોરણ ૧ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને ઙ્ગ ધોરણ વાઇઝ પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાને પુરસ્ક્રૂત ઇનામ તેમજ દરેક ભાગ લેનારાને પ્રમાણપત્ર આપશે.

(11:50 am IST)