Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગોંડલ પાસે અકસ્માતમાં પતિની નજર સામે જ પરપ્રાંતિય મહિલાનું મોત

રાજકોટ, તા. ર : ગોંડલ નજીક ગુંદાળા રોડ ઉપર બાઇક પાછળથી પડી જતાં પરપ્રાંતિય મહિલાનું પતિની નજર સામે જ મોત થયું હતું.

મળતી વિગતો મુજબ ગોંડલના અનીડા ભાલોડી ગામે રહેતા અને મજુરી કામ કરતો મુનાકુમાર જંગ બહાદુર યાદવ રે. મુળ ઉપરથેટા બિહાર તથા તેની પત્નિ લીલાવંતીબેન યાદવ (ઉ.વ.ર૮) બાઇક ઉપર જતાં હતાં ત્યારે ગોંડલના ગુંદાળા રોડ ઉપર મેપકોટન ફેકટરી સામે પાછળ બેઠેલ લીલાવંતીબેનબાઇ ઉપરથી પડી જતા ગંભીર ઇજા થતાં પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે જતા હતાં ત્યારે રસ્તામાં જ તેનું મોત નિપજયું હતું.

બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ અશોક યાદવની ફરીયાદ ઉપરથી બાઇક ચાલક પતિ મુનાકુમાર સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.એસ.આઇ. ડી.પી. ઝાલા ચલાવી રહ્યા છે.

(11:50 am IST)