Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જામકંડોરણામાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની ૧૩મી માસિક પુણ્યતિથી નિમિતે ઉકાળાનું વિતરણ

જામકંડોરણા : સૌરાષ્ટ્રના ખેડુત નેતા અને સહકારી આગેવાન સ્વ. વિઠલભાઇ રાદડીયાની ૧૩મી માસિક પુણ્યતિથી નિમિતે જામકંડોરણા ખોડલધામ સમિતિ તથા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતુ. આ ઉકાળાનો શહેરમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ ઉકાળા વિતરણસમયે રાજકોટ જીલ્લા સહકારી  બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ ઉપસ્થિત રહયા હતા. આ ઉકાળા વિતરણમાં ખોડલધામ સમિતિના યુવાનો તેમજ મહિલા સમિતિની મહિલાઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : અહેવાલ - મનસુખભાઇ બાલધા - જામકંડોરણા)

(11:52 am IST)