Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

માળીયાના ખીરઇ જતા રોડ પર સંપના પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા

સરપંચનો આક્ષેપ અધિકારીઓની આળશથી ગામમાં તબાહી મચી : ગ્રામજનોએ મહામહેનતે કાંકરી-માટી નાખી બનાવેલ રોડ સંપના પાણથી ધોવાઇ ગયો

(રજાક બુખારી) માળીયા મિંયાણા,તા. ૨: માળીયામિંયાણાના ખીરઈ ગામ પાસે આવેલા તાલુકા અને કચ્છ સુધી જયાંથી સપ્લાઈ થાય છે તેવા સંપના ઓવરફલો પાણી ખીરઈ રોડ ઉપર ફરી વળતા ગામના સરપંચ લાલઘુમ થયા છે ગ્રામજનોને પડતી હાલાકી અંગે ખીરઈ ગામના યુવા સરપંચ મહંમદભાઈ બુખારીએ સંપના અધિકારીને લેખીત રજુઆત કરી સમસ્યાને હલ કરવા અંગે જણાવ્યું છે છતા સંપના જેતે સરકારી બાબુ ઉઠા ભણાવતા હોવાની રાવ ઉઠી છે.

ઙ્ગમહીનામાં એક જ વખત ફરકતા સંપના સંચાલક ઈજનેરને માત્ર સરકારી પગારમાં જ રસ હોય તેમ ગ્રામજનોને પડતી હાલાકી કેમ નથી દેખાતી તેવો ધખધખતો પ્રશ્ન સળગી ઉઠ્યો છે ખીરઈ ગામ તરફ જવાનો રોડ સંપના ઓવરફલો પાણીથી તરબોળ હોય છાસવારે આ તકલીફનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે જેથી કાયમી નિકાલ આવે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે સંપમાં જ ઓવરફલોના પાણી ભરાવવાની સમસ્યા હલ ન કરી શકતા સરકારી બાબુઓ ગ્રામજનોની સમસ્યા કયારે હલ કરશે તેવો અધ્ધરતાલ પ્રશ્ન હવામાં જ લટકી રહ્યો છે જેથી સંપના અધિકારીએ તાત્કાલિક ગ્રામજનોને પડતી હાલાકીનો યોગ્ય ઊકેલ લાવો જરૂરી છે કારણ કે ગોઠણડુબ પાણી રોડ ઉપર ભરેલા હોય ઓવરફલોના પાણી ગ્રામજનોનો માથાનો દુખાવો બની ગયો છે અહીથી પસાર થતા કાર બાઈક રીક્ષા સહીતના વાહનો પાણીમાં બંધ પડી જતા હોવાથીઙ્ગ ફસાઈ જાય છે જેના કારણે ખોબા જેવડા ખીરઈ ગામની ગરીબ પ્રજાને વારંવાર પોતાના વાહનોને નુકશાની પહોંચતી હોય જેથી ગામના સરપંચ લાલઘુમ થયા છે.

 મહામહેનતે કાંકરી માટી પાથરી રિપેર કરેલા રોડ પર સંપના ઓવરફલો પાણી ફરી વળતા તુટીને તળીયા ઝાટક રોડ બની ગયો છે જેથી આવનાર દિવસોમાં આ રોડ નવો બને તો આ કાયમી સમસ્યાથી નવો નકોર રોડ પણ તુટી જવાનો ભય હોય ગ્રામજનો અને સરપંચશ્રીએ ઓવરફલોના પાણીનો યોગ્ય નિકાલ  કરવા ફરી એક વખત જણાવ્યું છે.

(11:57 am IST)