Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

માળીયા મિંયાણાના માણાબા સુલતાનપુર વિસ્તારમાં માળીયા બ્રાંચની મેઇન કેનાલમાં ગાબડા પડ્યા

(રજાક બુખારી) માળીયા મિંયાણા,તા. ૨: માળીયામિંયાણાના માણાબા સુલતાનપુર વિસ્તારમાં માળીયા બ્રાંચ મેઈન કેનાલમાં ત્રણથી ચાર જગ્યાએ ગાબડા પડ્યા પુરના પાણી ખેતરોમાં ફરી વળતા ભારે નુકશાની થયેલી છે.માહિતી મુજબ તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને ઘોડાધ્રોઈ ડેમમાંથી મોટી માત્રામાં છોડેલા પાણીએ માણાબા સુલતાનપુર વિસ્તારમાં ભારે તારાજી સર્જી ખેતરોમાં પાણી પાણી કરી દીધુ હતુ તેમજ આજુબાજુના બે ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા.વધુ પડતા પાણી અને વરસાદથી માણાબા સુલતાનપુર ગામ પાસેથી પસાર થતી માળીયા બ્રાંચની મેઈન કેનાલમાં ત્રણથી ચાર જગ્યાએ ગાબડા પડી જતા કેનાલમાં પણ નુકશાની થવા પામી છે જેથી અહીંના ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે જેના ઉભા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાની વેઠવી પડી છે.

આ વર્ષેઘોડાધ્રોઈ ડેમના વધુ પડતા પાણીએ આ વિસ્તારમાં પસાર થતી કેનાલ અને ખેતરોનુ ધોવાણ કરી ભારે તારાજી સર્જી છે.

(11:59 am IST)