Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

લલિતભાઇ વસોયાએ પ્રતિક ઉપવાસ શરૂ કરતાં જ ધોરાજી ઉપલેટા વિસ્તારમા જમીન ધોવાણ અને પાક નુકસાનના સર્વે માટે ૩ ટીમ જાહેર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨: ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ આંદોલન કર્યું હતું અને રાજય સરકારે તાત્કાલીક ધોરાજી ઉપલેટા વિસ્તારમાં જમીન ધોવાણ અને પાક નુકસાનના સર્વે માટે ૩ ટીમ જાહેર કરી હતી.

લોકોની માંગણી સ્વીકારવા બદલ રાજય સરકારનો ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ આભાર માન્યો છે.

ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં અતિવૃષ્ટિ અને ભાદર, વેણુ, અને મોજ નદીમાં પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારની અંદાઝે ૩૦૦૦ વિદ્યા જમીનનું ધોવાણ થઈ ગયું છે. અને તેના સર્વે માટે સરકાર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ગઇકાલથી પ્રાંત કચેરી ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન કરવા જાહેરાત કરી હતી.

આ મામલે પ્રતીક ઉપવાસની મંજૂરી માંગતા પ્રાંત અધિકારીએ વર્તમાન કોરોના સ્થિતિમાં ઉપવાસની અરજી ના મંજુર કરી હતી.

તેમ છતાં પણ લલીતભાઈ વસોયાએ પ્રતિક ઉપવાસ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી.(

(12:00 pm IST)