Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

લીલીયા-ક્રાકચ ચોકડી પરથી કારમાં દેશી દારૂની હેરા -ફેરી કરતા બે ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨: ભોરીંગડા ગામ તરફથી લીલીયા ક્રાકચ ચોકડી તરફ એક લાલ કલરની મહીન્દ્રા કંપનીની લોગાન કાર નં.જીજે ૦૫ સી એમ ૨૦૨૨ વાળીમાં સાવરકુંડલાના રીયાઝ ઉર્ફ રીચાર્જ અલારખ મલેક (ઉવ.૩૫) (રેહ ખાદી કાર્યાલય) તથા સંજય સોમા વડેચા (ઉવ.૨૫) (રહે. ભુવા રોડ મોટા કોળીવાડ)મોટા પ્રમાણમા દેશી દારૂ લઇ આવતા હોવાની ચોક્કસ બાતમી મળતાં લીલીયા – ક્રાકચ ચોકડી પર વોચ ગોઠવી મહીન્દ્રા કંપનીની લોગાન કારમાં થતી દેશી દારૂની હેરા-ફેરી પકડી પાડેલ છે.

ઉપરોકત પકડાયેલ બન્ને સાવરકુંડલા ઇસમોની પુછપરછ દરમ્યાન તેણે આ દેશી દારૂ ગારીયાધાર તાલુકાના નવાગામથી સુરેશ રમેશભાઇ ધોળકીયા પાસેથી મેળવેલ હોવાનું અને સાવરકુંડલાના ભાયા ભાકુભાઇ દેગામાને આપવા જતા હોવાનું ખુલવા પામેલ છે.

દેશી પીવાનો દારૂ લીટર ૩૧૦, કિં.રૂ.૬,૨૦૦/- તથા મહીન્દ્રા કંપનીની લોગાન કાર નં. જી.જે.૦૫.સી.એમ.૨૦૨૨ કિ.રૂ.૧,૭૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૭૭,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. ઙ્ગ ઙ્ગ ઙ્ગ ઙ્ગઙ્ગઆ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:53 pm IST)