Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વાવેરા ગામે ૧૯ શંકાસ્પદ વાહનો કબ્જે

૭ કાર, ૮ મોપેડ, ટ્રેકટર, ટ્રોલી ઓટો રિક્ષા, ભાર રિક્ષા, વાહનો કટીંગ કરવાના સાધનો સહિત ૧પ લાખનો મુદામાલ કબ્જે કરતી રાજૂલા પોલીસઃ આરોપી ફરાર

અમરેલી-રાજુલા તા. ર :.. નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ જીલ્લામાંથી વાહન ચોરીઓ, બળજબરાયથી પડાવી લીધેલ વાહનો તેમજ વાહન ચોરીના અન ડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા વાહનો ઉપર વોંચ ગોઠવી આવી બદીને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે કે.જે. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન હેઠળ રાજૂલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આર. એમ. ઝાલાને હકિકત મળેલ કે વાવેરા ગામે સબ સ્ટેશન ચોક વિસ્તારમાં રહેતા ભરતભાઇ વલકુભાઇ ધાખડા પોતાના મકાન પાસે તેમજ પોતાના કબ્જાના વાડાઓમાં ગે. કા. વાહનો રાખેલ હોવાની હકિકત મળતા રાજૂલા પો.સ્ટે.ના પો. સ્ટાફ સાથે રાખી હકિકત વાળી જગ્યાએ ખરાઇ કરતા કુલ ૧૯ વાહનો શંકાસ્પદ રીતે મળી આવેલ હોય જે કબ્જે કરેલ છે.

તેમજ મજકૂરના રહેણાંક મકાનની પાસેથી મળી આવેલ (૧) ગેસ સીલીન્ડર નળીથી ગેસકટરની બે ટાંકી જોડાયેલ ગેસ કટરની ગન (હેન્ડલ)સાથે (ર) ડ્રીલ મશીન મોટર સાથે(૩) કમ્પ્રેસન મશીન મોટર સાથે (વાહનમાં હવા ભરવા માટે) તેમજ (૪) ચેઇન કંપી સાંકળની ચેઇન સાથે તથા મજકૂરના કબ્જાના વાવેરા ગામ પુલ પાસેના વાડામાંથી મળેલ (પ) ડીફેશન-ર (૬) એન્જીન -૩  (૭) ગેર બોકસ -૧ વિગેરે સાધન સામગ્રી મળી કુલ  વાહનો ૧૯ તથા અન્ય  સાધન સામગ્રી મળી કુલ કિ. રૂ. ૧૪,૮પ,૦૦૦ મુદામાલ કબ્જે કરી સદરહુ વાહનો ચોરી, છળકપટ  ક્રમે અન્ય કોઇ ગે.  કા. રીતે મેળવેલ હોવાનું જણાતુ હોય ઉપરોકત તમામ વાહનો સાધનો મુદામાલ સીઆરપીસી કલમ ૧૦ર મુજબ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

(12:54 pm IST)