Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશનના હોદેદારો

જામનગરઃ બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસો. ના વર્ષ ૨૦૨૦-૨૨ના હોદેદારોની યોજાયેલ ચુંટણીમાં સતત પાંચમી વખત પ્રમુખ તરીકે કરશનભાઇ જી. ટીંબડીયાની બિન હરીફ વરણી કરવામાં આવેલ છે. જ્યારે લાખાભાઇ કેશવાલા-ઉપપ્રમુખ, સવજીભાઇ તરાવીયા-મંત્રી, હસમુખભાઇ સંઘાણી-સહમંત્રી, રમેશભાઇ પણસારા-એડીટર, જેન્તીભાઇ ટીંબટીયા-ઓડીટર, બાવનભાઇ દોમડીયા-ખજાનચી તથા કિશોરભાઇ ગલાણી, અશ્વિનભાઇ ભંડેરી, રામજીભાઇ પટેલ, ગોવિંદભાઇ ધામેલીયા અને દેવજીભાઇ સંઘાણીની કારોબારી સમિતિમાં બીન હરિફ વરણી થયેલ છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(12:55 pm IST)