Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

હજુ ૧૦-૧૫ દિવસ દ્વારકા જીલ્લામાં વરસાદની કોઇ સંભાવના નથી : ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાના આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ હવામાન સૂર્ય પ્રકાશિત થયું છે તથા એકાવન તાલુકામાં ઝાપટું પણ પડ્યું નથી.

સતત એકાદ માસથી વરસાદ પડ્યા પછી હવે ઉઘાડ નીકળતા લોકોને રાહત થઇ છે. તો વરસાદથી ગારો કીચડ  રસ્તા પર થઇ ગયા હતા તે હવે ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે.

ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયા એ જણાવેલ કે આગામી દસ પંદર દિવસ સુધી દ્વારકા જિલ્લામાં વરસાદની કોઇજ સૂચના નથી તથા સુર્યપ્રકાશ રહેશે અને  હાલ પ. બંગાળામાં સિસ્ટમ કાર્યરત થવાની છે પણ તે દ્વારકા જિલ્લાને અસર નહીં કરે

ભારે વરસાદથી ખેતરોમાં પાણીની રેલ ફરી નીકળ્યા છે. ત્યારે દિવસો સુધી તડકા વાળા હવામાનની સંભાવનાથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે.

(12:59 pm IST)