Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પોરબંદરમાં પથ્થરો ઉપર ચિત્રો બનાવનાર વિનીષાબેને બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

પોરબંદર,તા.૨:પેન્ટિંગનો શોખ ધરાવતા પોરબંદરના આર્ટિસ્ટ વીનિષાબેન રૂપારેલે જુદા જુદા પથ્થરો પર આધુનિક શૈલીથી પશુ પક્ષીઓ જીવજંતુઓના ૫૦૦ જેટલા પેબલ પેન્ટીંગ્સ બનાવ્યા છે. તેમની આ વિશેષ કળા સૂઝથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

અત્યાર સુધી નેશનલ લેવલ પર ૪ એકિઝબિશન કરનાર આઇ.આઇ.એમ અમદાવાદની પૂર્વ વિદ્યાર્થિની વિનિશાએ કહ્યું કે, દરેક વ્યકિતમાં કંઈક ને કંઈક કળા છુપાયેલી હોય છે, યોગ્ય સમયે માણસે આ કળાને બહાર લાવવી જોઈએ. હાલ કોરોના વાયરસના સંક્રમણને રોકવાનો એક રસ્તો એ પણ છે કે, આપણે શકય હોય ત્યાં સુધી દ્યરે જ રહીએ અને પોતાને ગમતી પ્રવૃત્ત્િ।માં વ્યસ્ત રહીએ.

તેમણે વિશેષ કહ્યુ કે, છેલ્લા દસ વર્ષથી ત્રણથી સાડા ત્રણ ઇંચના પથ્થરો ઉપર માછલી, પતંગિયગુ, ટાઇગર, બિલાડી, ગાય, હરણ, સહિત જુદા-જુદા પશુ-પક્ષી, જીવજંતુ ઓના ૮૯ પ્રકારના ૫૦૦ જેટલા ચિત્રો બનાવીને વિશેષ ઓળખ મેળવનાર પોરબંદરની આ દીકરી અન્ય યુવા કલાકારો માટે પ્રેરણારૂપ બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુદા જુદા ક્ષેત્રે અલગ ખેડાણ કરનાર પ્રતિભાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવે છે.

(2:52 pm IST)